અભિનેત્રી કંગના રનૌત અને શિનસેના સંજય રાઉત વચ્ચે વાક યુદ્ધ ચાલી રહ્યું છે. કંગના રનૌતે હવે ટ્વીટ કરી કહ્યું છે કે, બીએમસીના કેટલાક લોકો તેમની ઓફીસમાં બળજબરી પહોંચી ગયા છે અને તેમની ઓફીસ તોડવાની તૈયારી કરી રહ્યા છે.
કંગના પોતાની ટ્વીટમાં લખ્યું છે કે, “આ મુંબઈમાં મણિકર્ણિકા ફિલ્મ્સની ઓફીસ છે, જે મેં પંદર વર્ષો સુધી સખત મહેનત કર્યા પછી કમાઈ છે, મારા જીવનનું એક જ સ્વપ્ન હતું, જ્યારે પણ હું ફિલ્મ નિર્માતા બનું ત્યારે મારી પાસે પોતાની ઓફીસ હોય, પરંતુ મને લાગે છે કે, આ સ્વપ્ન તૂટવાનો સમય આવી ગયો છે, આજે અચાનક બીએમસીના કેટલાક લોકો ત્યાં આવ્યા છે.
2. કંગના રનૌત
કંગનાએ બીએમસીના દરોડાને બદલાની કાર્યવાહી ગણાવી છે. કંગના રનૌતે એક વિડીયો પોસ્ટ કરી છે, જેમાં તેમની ઓફીસમાં કેટલાક લોકો તપાસ કરતા જોવા મળી રહ્યા છે, જેને તેમને બીએમસીના લોકો કહ્યા છે. કંગનાએ વિડીયો શેર કરતા કહ્યું છે કે, “તેમને કહ્યું છે કે, તે જે મેડમ છે તેની કરતૂતનું પરિણામ બધા ભોગવવું પડશે. મને આવતીકાલે જાણ કરવામાં આવશે કે, તે મારી પ્રોપર્ટીને તોડી રહ્યા છે. આ અગાઉ બીએમસી તરફથી કહેવામાં આવ્યું હતું કે, કંગના રનૌતને મુંબઈમાં ૯ સપ્ટેમ્બરના આવ્યા બાદ ૧૪ દિવસ હોમ કોરેન્ટાઈન રહેવું પડશે.
3. કંગના રનૌત
તમને જણાવી દઈએ કે, સંજય રાઉત અને કંગના વચ્ચે શબ્દોનું વાક યુદ્ધ ત્યારે વધી ગયું હતું, જ્યારે કંગના રનૌતે મુંબઈની તુલના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર સાથે કરી હતી, ત્યાર બાદ શિવસેના નેતાએ કંગના રનૌતથી કહ્યું હતું કે, તેમને મુંબઈ ન આવવું જોઈએ.
આ દરમિયાન કંગના રનૌતે વાઈ શ્રેણીની સુરક્ષા મળી છે. સુત્રો મુજબ, ગૃહ મંત્રાલયે કંગનાને વાઈ શ્રેણીની સુરક્ષા આપી છે. હિમાચલ પ્રદેશમાં રહી રહેલી કંગનાએ ટ્વીટ કરી હતી કે, તે નવ સપ્ટેમ્બરના મુંબઈ પરત ફરશે અને પડકાર આપ્યો હતો કે, કોઈ રોકીને બતાવે.