પબજીની આ ખાસ વસ્તુઓ જે તેને બનાવે છે વિશ્વની મહાન રમત

September 08, 2020
 745
પબજીની આ ખાસ વસ્તુઓ જે તેને બનાવે છે વિશ્વની મહાન રમત

ગયા વર્ષે પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો. વિડિયો વાયરલ થવા પાછળનું કારણ પબજી હતું. આ વીડિયોમાં એક મહિલા પોતાના પુત્ર વિશે વડા પ્રધાન સમક્ષ ફરિયાદ કરી રહી હતી. જેના જવાબમાં મોદીજીએ કહ્યું હતું કે 'પબજી વાલા હૈ ક્યા?' પરંતુ એક જ વર્ષમાં આ પબજીનો ઇતિહાસ બની ગયો. મોદી સરકારે ચીની એપ્લિકેશનો સામે કાર્યવાહી કરતા હાલમાં ૧૧૮ એપ્સ પર ભારતમાં પ્રતિબંધ મૂક્યો હતો. જેમાંથી એક નામ પબજી નું પણ હતું. વિશ્વની સૌથી લોકપ્રિય રમતને ભારતમાં પ્લે સ્ટોર પરથી પણ દૂર કરવામાં આવી છે. લોકોને ઘરમાં યોદ્ધા બનાવનાર પબજી તો રહી નથી પરંતુ તેના વિશે ઘણી બધી માહિતી છે જે જાણવા યોગ્ય છે. તો ચાલો જાણીએ પબજી ગેમ વિશે આશ્ચર્યજનક વાતો.

૧- પબજીનું પૂરું નામ 'PlayerUnknown's Battlegrounds' છે. આ રમતો જાપાનની ફિલ્મ બેટલ રોયલથી પ્રેરિત છે. આ મૂવીમાં પણ કેટલાક લોકોને એક ટાપુ પર છોડી દેવામાં આવે છે. જેના અંતમાં માત્ર એક જ વ્યક્તિ બચે છે. પબજી ગેમમાં પણ આવું જ થાય છે. ૧૦૦ લોકો મેદાન-એ-જંગમાં ઉતરે છે પરંતુ ચિકન ડિનર એક જ વ્યક્તિને મળે છે.

૨- પબજીના બેટલગ્રાઉન્ડ્સની વાતતો સમજી ગયા. હવે જાણી લો તેના પ્લેયર અનકનાઉનની વાત. ખરેખર, પબજીના પિતા એટલે કે આ ગેમને ડેવલપ કરનાર બ્રેન્ડન ગ્રીન જ્યારે ગેમનો કોડ લખતો હતો ત્યારે આર્મ -૨ રમત રમ્યા કરતો હતો અને આ ગેમમાં તેનું નામ Player Unknown હતું.

૩- સાઉથ કોરિયન કંપની બ્લુહોલે પબજીની શરૂઆત વર્ષ ૨૦૧૭ માં પીસી અને એક્સબોક્સ પ્લેટફોર્મ માટે કરવામાં આવી હતી. તેના એક વર્ષ પછી બ્લુહોલે ટેન્સેન્ટને ભાગીદાર બનાવ્યો અને પબજી ફોન માટે તૈયાર કરવામાં આવી. Tencent એક ચિની કંપની છે. આને કારણે ભારતમાં રમત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

૪- વર્ષ ૨૦૧૮ માં પબજી મોબાઇલના આવ્યા પછી, તે વિશ્વભરમાં પ્રખ્યાત થયું હતું. પબજી એકમાત્ર એવી રમત છે જે આખા વિશ્વના મોટાભાગના લોકો રમે છે. વિશ્વભરમાં ૨૦૦ મિલિયનથી વધુ ડાઉનલોડ્સ થઇ ગઈ છે અને તેના ૨૫% વપરાશકર્તાઓ ફક્ત ભારતના જ હતા. દેશમાં દરરોજ પબજી ખેલાડીઓની સંખ્યા ૫૦ મિલિયનને વટાવી ગઈ છે.

૫- પબજી આમ તો એક મફત રમત છે. પરંતુ તેના રોયલ પાસ માટે પૈસા ચૂકવવા પડે છે. આજ પાસની કમાણીએ મોટાભાગની રમતોના રેકોર્ડને તોડી નાખ્યા હતા. પબજી કમાણીની દ્રષ્ટિએ વિશ્વની ૧૦ સૌથી વધુ કમાણી કરનારી રમતોમાં શામેલ કરવામાં આવી છે. જો કે ભારતમાં પ્રતિબંધની અસરથી તેની કમાણી પર ઘણી ખરાબ અસર પડશે.

Share: