રેડમી સ્માર્ટ બેન્ડની ભારતમાં એન્ટ્રી, માત્ર આટલા રૂપિયામાં તમે ખરીદી શકશો

September 09, 2020
 361
રેડમી સ્માર્ટ બેન્ડની ભારતમાં એન્ટ્રી, માત્ર આટલા રૂપિયામાં તમે ખરીદી શકશો

રેડમી ઇન્ડિયાએ આખરે પોતાનું પ્રથમ વિયરેબલ રેડમી સ્માર્ટ બેન્ડ લોન્ચ કરી દીધું છે. તેમાં કલર ટચ ડિસ્પ્લે, હર્ટ રેટ મોનિટરિંગ સુવિધા અને સ્લીપ ટ્રેકિંગ જેવી સુવિધાઓની સાથે રજૂ કરવામાં આવ્યું છે. આ સ્માર્ટ બેન્ડમાં પર્સનલાઇઝ વોચ ફેસિસ પણ મળે છે. રેડમીની આ પહેલા સ્માર્ટ બેન્ડની કિંમત ૧૫૯૯ રૂપિયા છે. તેનું વેચાણ ૯ સપ્ટેમ્બરથી એમેઝોન ઇન્ડિયા, એમઆઈ સ્ટોર, ઓફલાઈન સ્ટોર અને કંપનીની વેબસાઈટની નોંધણી થશે. ગ્રાહકો તેને બ્લેક, બ્લુ, ગ્રીન અને ઓરેન્જ કલર ઓપ્શનમાં ખરીદી શકશો.

રેડમી સ્માર્ટ બેન્ડનું સ્પેસિફિકેશન્સ

ડિસ્પ્લે – ૧.૦૮ ઈંચની ઓલીઈડી

મોડ્સ – પાંચ પ્રોફેશનલ સ્પોર્ટ્સ મોડ્સ

ટ્રેકિંગ – કૈલોરી અને સ્ટેપ ટ્રેકર જેવા ફીચર

ખાસ ફીચર – ૨૪ કલાક હર્ટ રેડ મોનીટરીંગ, સ્લીપ ક્વોલીટી એનાલીસીસ

વોટર રિસિસ્ટન્ટ – ૫એટીએમ રેટિંગ

બેટરી લાઈફ – ૧૪ દિવસનો બેકઅપનો દાવો

ચાર્જીંગ - ઇનબિલ્ટ યુએસબી પ્લગ

Share: