રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર.......

September 09, 2020
 11870
રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર.......

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ફરીથી એક વિડીયો શેર કર્યો છે. આ વખતે તેમને સરકારના ઉપર કોરોના વાયરસને પગલે થયેલા લોકડાઉનને લઈને હુમલો કર્યો છે. વિડીયોમાં તેમને કહ્યું છે કે, મોદી સરકાર દ્વારા અચાનક કરવામાં આવેલ લોકડાઉન અસંગઠિત વર્ગ માટે મૃત્યુદંડ સાબિત થયો છે. તેમને સરકાર પર હુમલો કરતા કહ્યું છે કે, સરકારે ૨૧ દિવસમાં કોરોના વાયરસને ખતમ કરવાનો વાયદો કર્યો હતો, પરંતુ કરોડો રોજગાર અને નાના ઉદ્યોગ સમાપ્ત કરી દીધા છે.

રાહુલ ગાંધીએ વિડીયોમાં જણાવ્યું હતું કે, “વડા પ્રધાને કહ્યું છે કે, કોરોના વાયરસથી ૨૧ દિવસની લડાઈ છે પરંતુ અસંગઠિત ક્ષેત્રનું કરોડરજ્જુનું હાડકુ તુટી ગયુ હતું.” વિડીયોમાં આ વાત પણ જણાવવામાં આવી છે કે, લોકડાઉનના કારણે ૨૦ થી ૩૦ વર્ષના વયના ૨.૭ રોડ યુવાનો બેરોજગાર થઈ ગયા છે.

તેમને કહ્યું છે કે, લોકડાઉન બાદ જ્યારે ખોલવાનો સમય આવ્યો ત્યારે કોંગ્રેસે એકવાર નહી, ઘણી વખત સરકારથી કહ્યું છે કે, ગરીબોની મદદ કરવી પડશે અને ન્યાય યોજના જેવી યોજના લાગુ કરવી પડશે. ગરીબોના બેંક એકાઉન્ટમાં પૈસા નાખવા પડશે પરંતુ સરકારે ન કર્યું. અમે કહ્યું હતું કે, એમએસએમઈ સેક્ટર માટે એક રાહત પૈકેજ તૈયાર કરવાની માંગ કરી છે.

રાહુલ ગાંધીએ કહ્યું છે એ, વર્તમાન સમયમાં એમએસએમઈ સેક્ટરને બચાવવાની જરૂરત છે. તેમને કહ્યું હતું કે, આ ક્ષેત્ર સરકારની મદદ વગર ટકી શકશે નહીં, પરંતુ સરકારે કંઇ ન કર્યું ઉલ્ટાનું સૌથી અમીર લોકોના ૧૫ થી ૨૦ લોકોના લાખો કરોડોના ટેક્સ માફ કર્યા છે. તેમને કહ્યું છે કે, લોકડાઉન કોરોના પર આક્રમણ નહોતું. તે હિંદુસ્તાનના ગરીબો પર આક્રમણ હતું. અમારા યુવાઓના ભવિષ્ય પર આક્રમણ હતું. લોકડાઉનના મજૂરો, ખેડૂતો અને નાના વેપારીઓ પર હુમલો હતો.

તેમને કહ્યું છે કે, લોકડાઉન અમારી અસંગઠિત અર્થવ્યવસ્થા પર હુમલો છે. તેમને દેશવાસીઓથી આ આક્રમણ સામે ઉભા રહેવાની અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસે મોદી સરકારના ઉપર આરોપ લગાવ્યો છે કે, મોટા ઉદ્યોગપતિઓને ૧.૪૫ લાખ કરોડ રૂપિયાની ટેક્સ છૂટ આપી છે. કોંગ્રેસે એમએસએમઈ ક્ષેત્ર માટે ૧ લાખ કરોડના રાહત પેકેજની માંગ કરી હતી.

Share: