
જો તમે એક સસ્તા ૪જી એન્ડ્રોઇડ સ્માર્ટફોનની શોધમાં છો તો આ સમાચાર તમારા ખૂબ જ ખાસ છે. રિલાયન્સ જિયો આ વર્ષે ડીસેમ્બરમાં ૧૦ કરોડ સસ્તા ૪જી સ્માર્ટફોન્સ ઉપલબ્ધ કરવાની છે. ખાસ વાત એ છે કે, આ ફોન્સની ખરીદારી પર ગ્રાહકોને ડેટા ઓફર પણ મળશે. બિઝનેસ ટુડેની રિપોર્ટ મુજબ જિયોના સસ્તા ૪જી એન્ડ્રોઈડ સ્માર્ટફોન્સને ગૂગલ સાથે ભાગીદારી હેઠળ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, ગૂગલે જિયોમાં થોડા મહિના પહેલા ૪.૫ બિલીયન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. જુલાઈ મહિનામાં જિયોથી કહ્યું હતું કે, ગૂગલ એક સસ્તા એન્ડ્રોઇડ વર્ઝન પર કામ કરી રહી છે જે જિયો પોતાના ફોનમાં આપશે.
ચીની કંપનીઓ માટે મુશ્કેલી વધશે
ગૂગલ અને જિયોના આ સસ્તા ૪જી સ્માર્ટફોનના આગમન સાથે જ શાઓમી, ઓપ્પો, વિવો, સેમસંગ અને નોકિયા જેવી કંપનીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે.