
ગુજરાતમાં બુધવારે કોરોના વાયરસના ૧૩૨૯ નવા કેસ સામે આવ્યા બાદ કેસોની સંખ્યા વધીને ૧,૦૮,૨૯૫ પહોંચી ગઈ છે. રાજ્ય સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી આપીં છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું છે કે, કોવિડ-૧૯ થી વધુ ૧૬ લોકોના મોતને કારણે, રાજ્યમાં આ રોગથી મૃતકોની સંખ્યા વધીને ૩,૧૫૨ થઈ ગઈ છે.
સ્વાસ્થ્ય વિભાગે જારી કરેલા એક પ્રકાશનમાં જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન ૧,૩૩૬ વધુ લોકોના સ્વસ્થ થયા બાદ હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી, જેનાથી ઇલાજ કરનારા લોકોની સંખ્યા વધીને ૮૮,૮૧૫ થઈ ગઈ છે. આ મુજબ રાજ્યમાં હાલમાં ૧૬,૩૨૮ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
રોગચાળાના ૧૭૧ નવા કેસ બાદ મંગળવારે અમદાવાદ જિલ્લામાં કુલ કેસની સંખ્યા વધીને ૩૩,૦૩૭ પર પહોંચી ગઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, “ચેપના કારણે વધુ ચાર દર્દીઓના મોત નીપજ્યા છે, જેમાં મૃત્યુનો આંક ૧,૭૬૦ પર પહોંચી ગયો છે.