કંગના રનૌત : સીએમ જય રામ ઠાકુરે શિવસેના સરકારની કરી નિંદા, હિમાચલની પુત્રી સાથે મહારાષ્ટ્ર સરકારે લીધો બદલો

September 10, 2020
 11698
કંગના રનૌત : સીએમ જય રામ ઠાકુરે શિવસેના સરકારની કરી નિંદા, હિમાચલની પુત્રી સાથે મહારાષ્ટ્ર સરકારે લીધો બદલો

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જય રામ ઠાકુરે બુધવારે મુંબઈમાં બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતની ઓફીસ તોડવા પર વિધાનસભામાં ટીકા કરી છે. આ મુદ્દો શરૂઆતમાં વિધાનસભામાં નિર્દલીય સભ્ય હોશિયાર સિંહના માધ્યમથી ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, હાઈકોર્ટના સ્ટે પહેલાં કંગનાનું મકાન તોડી પાડવામાં આવ્યું હતું.

તેમને કહ્યું છે કે, “તે હિમાચલ પ્રદેશની પુત્રી છે અને મુખ્યમંત્રીએ શિવસેના સરકારથી તેને જીવનો જોખમ હોવાના કારણે તેની સુરક્ષા પૂરી પાડી હતી. તેનો જવાબ આપતા જણાવ્યું છે કે, “મુખ્યમંત્રી જય રામ ઠાકુરે કહ્યું છે કે, અભિનેત્રીના પિતા પણ તેમનાથી મળ્યા અને તેની સુરક્ષા વિશેમાં ચિંતા વ્યક્ત કરી હતી.

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જય રામ ઠાકુરે કહ્યું હતું કે, “અમે મનાલીમાં તેમના નિવાસસ્થાનની બહાર સુરક્ષા પૂરી પાડી છે” આ ઘટનાને નિંદાજનક ગણાવી તેમને કહ્યું હતું કે, રાજ્ય સરકાર તેમને યોગ્ય સુરક્ષા પૂરી પાડવા માટે મહારાષ્ટ્ર સરકારને અપીલ કરશે.

Share: