વ્હોટ્સએપ પર કોણ કરે છે તમારી સાથે સૌથી વધુ વાત? આ રીતે મેળવો જાણકારી

October 09, 2020
 1263
વ્હોટ્સએપ પર કોણ કરે છે તમારી સાથે સૌથી વધુ વાત? આ રીતે મેળવો જાણકારી

આજના યુગમાં લોકો ચેટ કરવાથી લઈને વિડીયો કોલિંગ સુધી વોટ્સએપનો ઉપયોગ કરે છે. વોટ્સએપ લીસ્ટમાં કેટલાક કોન્ટેક્ટ્સ એવા હોય છે જેનાથી આપણે સૌથી વધુ વાતો કરીએ છીએ અને તેને આપણે સૌથી વધુ ફોટો અને વિડીયો મોકલીએ છીએ. આજે અમે તમને એક એવી રીત બતાવીશું કે, તમે સરળતાથી જાણી શકશો કે, તમે ક્યા કોન્ટેક્ટની સાથે કેટલી મીડિયા ફાઈલ્સ અને મેસેજ શેર કર્યા છે.

તેના માટે સૌથી પહેલા પોતાના વ્હોટ્સએપને ઓપન કરો.

એપ્પમાં રાઈટ સાઈડમાં રહેલા ત્રણ ડોટ્સ પર ક્લિક કરી સેટિંગ ઓપ્શનને ઓપન કરો.

ત્યાર બાદ ડેટા અને સ્ટોરેજ યુસેજના ઓપ્શન પર ક્લિક કરો.

તમને હવે સ્ક્રીન પર તે કોન્ટેક્ટ્સની એક લીસ્ટ જોવા મળશે, જેનાથી તમે સૌથી વાતચીત કરી છે.

કોઈ પણ કોન્ટેક્ટ્સ પર ક્લિક કરવા પરવા પર તમને ઘણી માહિતી મળશે અને અહીં તમને કોને કેટલાક મેસેજ, વિડીયો ફોટોસ અને ઓડિયો ફાઈલ્સ મોકલી છે અને રીસીવ કરી છે તેની વિગતો તમને બતાવવામાં આવશે.

Share: