બીએસએનઅલે લોન્ચ કર્યો ૪૯ રૂપિયા વાળો પ્લાન, ૨૮ દિવસની છે વેલીડીટી

September 12, 2020
 607
બીએસએનઅલે લોન્ચ કર્યો ૪૯ રૂપિયા વાળો પ્લાન, ૨૮ દિવસની છે વેલીડીટી

બીએસએનએલે પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપતા એક સસ્તો પ્લાન પ્રસ્તુત કરવામાં આવ્યો છે. બીએસએનએલના આ પ્લાનની કિંમત માત્ર ૪૯ રૂપિયા છે અને આ એક પ્રમોશનલ ઓફર છે. આ પ્લાનનો ફાયદો એક સપ્ટેમ્બરથી આગામી ૯૦ દિવસ સુધી જ ઉઠાવી શકો છો. બીએસએનએલનો આ પ્લાન તેમ છતાં ચેન્નાઈ અને તમિલનાડુ સર્કલમાં પ્રસ્તુત કરવામાં આવ્યો છે, આશા છે કે, ભવિષ્યમાં તેને અન્ય સર્કલમાં પણ પ્રસ્તુત કરવામાં આવશે. આ પ્લાનની વેલીડીટી ૨૮ દિવસની છે.

બીએસએનએલના આ પ્લાન વિશેમાં ચેન્નાઈ સર્કલની વેબસાઈટ પર જાણકારી આપવામાં આવી છે. વેબસાઈટ પર વર્તમાન જાણકારી અનુસાર, આ પ્લાનમાં ૧૦૦ મિનીટનું ફ્રી કોલિંગ મળશે. ત્યાર બાદ ૪૫ પૈસા પ્રતિ મિનીટના દરથી ચુકવવા પડશે.

આ પ્રી-પેડ પ્લાનમાં ૨ જીબી ડેટા અને ૧૦૦ એસએમએસની સુવિધા મળશે. આ પ્લાન ૨૯ નવેમ્બર ૨૦૨૦ સુધી ઉપલબ્ધ રહેશે. જો તમે એક બીએસએનએલના યુઝર્સ છે અને ચેન્નાઈ અથવા તમિલનાડુ સર્કલમાં રહો છો તો તમે STV COMBO49 લખીને ૧૨૩ પર મેસેજ કરીને સક્રિય કરી શકો છો.

તમને જણાવી દઈએ કે, આ બે સર્કલમાં બીએસએનએલે થોડા દિવસો પહેલા ૧૪૯૯ રૂપિયાનો વાર્ષિક પ્લાન લોન્ચ કર્યો હતો જેમાં ગ્રાહકોને પ્રતિદિવસ ૨૫૦ મિનીટની કોલિંગ મળે છે. તેના સિવાય આ પ્લાનમાં કુલ ૨૪ જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં પ્રીતીદ્વ્સ ૧૦ એસએમએસની સુવિધા છે. આ પ્લાનની વેલીડીટી ૩૬૫ દિવસની છે. તેની સાથે ૯૪ રૂપિયા વાળા “Advance Per minute plan 94’ બેઝ પ્લાન જોડવામાં આવ્યો છે જેનો અર્થ છે કે, ગ્રાહકોને મોબાઈલ નેટવર્ક અને બીએસએનએલ લેન્ડલાઈન પર લોકો કોલિંગ માટે ૧ રૂપિયા પ્રતિમિનીટ ચુકવવા પડશે.

Share: