જિયોના આ ક્રિકેટ પ્લાનમાં મળી રહ્યો છે દરરોજ ૧.૫ જીબી ડેટા અને આ ખાસ સુવિધા

September 29, 2020
 992
જિયોના આ ક્રિકેટ પ્લાનમાં મળી રહ્યો છે દરરોજ ૧.૫ જીબી ડેટા અને આ ખાસ સુવિધા

રિલાયન્સ જિયોએ તાજેતરમાં પોતાના ક્રિકેટ પ્લાન્સ લોન્ચ કર્યા છે જેમાંથી સૌથી બેસ્ટ ૪૯૯ રૂપિયા વાળો પ્લાન માનવામાં આવી રહ્યો છે અને તેના વિશેમાં આજે અમે તમને જણાવીશું. ૪૯૯ રૂપિયા વાળા પ્લાનની વેલીડીટી ૫૬ દિવસની છે જેમાં યુઝર્સને દરરોજ ૧.૫ જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. એટલે કુલ મળીને ગ્રાહકને ૮૪ જીબી હાઈ-સ્પીડ ડેટા મળે છે. આ પ્લાનમાં કોઈ વધારાના ચાર્જ વગર ૧ વર્ષ માટે ડીઝની પ્લસ હોટસ્ટારનું સબ્સક્રિપ્શનું ફ્રી મળે છે. જોકે, આ બંને એપ્સનો ઉપયોગ કરવા માટે યુઝર્સને ૩૯૯ રૂપિયા ચુકવવા પડશે, પરંતુ યુઝર્સને આ પ્લાનમાં કોઈ ફી લેવામાં આવશે નહીં.

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જિયોએ ધન ધનાધન ઓફર હેઠળ ૪૦૧ રૂપિયા, ૭૭૭ રૂપિયા અને ૨૫૯૯ રૂપિયા વાળા ક્રિકેટ પ્લાન્સ લોન્ચ કર્યા હતા. આ ત્રણે રિચાર્જ પ્લાનમાં ડેટા અને વોઈસ કોલિંગ બેનીફીટ્સની સાથે આવે છે.

જિયોનો ૭૭૭ રૂપિયા વાળો પ્લાન

જિયોના ૭૭૭ રૂપિયા વાળા પ્લાન વિશે વાત કરીએ તો આ પ્લાનમાં એક વર્ષ માટે ડીઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપીનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. આ પ્લાનમાં દરરોજ ૧.૫ જીબી એટલે કુલ ૧૩૧ જીબી ડેટા મળશે. આમતો આ પ્લાનની વેલીડીટી ૮૪ દિવસની હશે. આ પ્લાનમાં તમને જિયોથી જિયો અનલીમીટેડ કોલિંગ અને અન્ય નેટવર્ક પર કોલિંગ માટે ૩૦૦૦ મિનીટ્સ મળે છે, તેની સાથે સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે.

જિયોના ૨૫૯૯ રૂપિયા વાળો પ્લાન

જિયોએ ૨૫૯૯ રૂપિયાનો પણ એક ક્રિકેટ સ્પેશલ પ્લાન લોન્ચ કર્યો છે જેની વેલીડીટી ૧૨ મહિનાની છે. તેમાં તમને કુલ ૭૨૦ જીબી ડેટા (૨ જીબી પર ડે) અને જિયોથી જિયો અનલીમીટેડ કોલિંગની સુવિધા મળશે. અન્ય નેટવર્ક પર કોલિંગ માટે ૧૨૦૦૦ મિનીટ્સ મળે છે. આ પ્લાનમાં પણ એક વર્ષ માટે ડીઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપીનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.

તેના સિવાય કંપનીએ ડેટા એન્ડ ઓન પેક પણ લોન્ચ કર્યો છે. આ પ્લાનની કિંમત ૧૨૦૮, ૧૨૦૬, ૧૦૦૪ અને ૬૧૨ રૂપિયા છે.

Share: