ઓનલાઈન શોપિંગ કરનારાઓ માટે સારા સમાચાર, એમેઝોનમાં આ દિવસે શરુ થશે આ સેલ જેમાં મેળવી શકશો ભારે ડિસ્કાઉન્ટ

October 13, 2020
 573
ઓનલાઈન શોપિંગ કરનારાઓ માટે સારા સમાચાર, એમેઝોનમાં આ દિવસે શરુ થશે આ સેલ જેમાં મેળવી શકશો ભારે ડિસ્કાઉન્ટ

જો તમે ઓનલાઈન શોપિંગ કરવું ખૂબ જ પસંદ કરો છો તો તમારા માટે સારા સમાચાર આવ્યા છે. ૨૯ સપ્ટેમ્બરથી એમેઝોન ગ્રેટ ઇન્ડીયન ફેસ્ટીવલ સેલ શરુ થવા જઈ રહ્યો છે જોકે ૪ ઓક્ટોબર એટલે કુલ ૬ દિવસ ચાલશે. આ સેલમાં ગ્રાહકોને કેશબેક, નો-કોસ્ટ ઈએમઆઈ અને ડેબીટ/ક્રેડીટ કાર્ડ્સ પર ઓફર્સ આપવામાં આવશે. સેલ દરમિયાન તમે મોબાઈલ, લેપટોપ અને મોટા ઉપકરણો સહિત ઘણી કેટેગીરીની પ્રોડક્ટ્સ ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકશો.

એમેઝોન લિસ્ટિંગ મુજબ ગેજેટ્સ પર નો-કોસ્ટ ઈએમઆઈ ઓપ્શન તો ઉપલબ્ધ તો હશે તેની સાથે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ક્રેડીટ કાર્ડ અને ડેબીટ કાર્ડ દ્વારા ૩ હજારથી ૨૦ રૂપિયા સુધી ખરીદારી કરવા પર ૧૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે ૨૦ હજારથી ૪૯,૯૯૯ રૂપિયાની વચ્ચે ખરીદારી કરવા પર ૨ રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. તેના સિવાય ગ્રાહકો વોચ, શુઝ, બેગ, લગેજ અને જ્વેલરી વગેરેના તમામ પ્રીપેડ ઓર્ડર્સને એમેઝોન પે બેલેન્સ દ્વારા ખરીદવા પર પણ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. ૫૦૦૦ રૂપિયાની ખરીદી પર ૧ હજાર રૂપિયા સુધીનું કેશબેક આપવામાં આવશે.

Share: