ગુજરાતમાં કોરના વાયરસના કુલ કેસ વધીને ૧,૧૬,૩૪૫ !

September 16, 2020
 37912
ગુજરાતમાં કોરના વાયરસના કુલ કેસ વધીને ૧,૧૬,૩૪૫ !

ગુજરાતમાં કોરોના વાયરસના ચેપના ૧૩૪૯ નવા કેસો સામે આવ્યા બાદ મંગળવારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ૧,૧૬,૩૪૫ થઈ ગઈ છે જ્યારે રેકોર્ડ ૧,૪૪૪ લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી આપી છે.

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે કહ્યું છે કે, છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ લોકોના મોત થયા છે. ત્યાર બાદ મૃતકોની સંખ્યા વધીને ૩,૨૪૭ થઈ ગઈ છે. વિભાગે કહ્યું છે કે, એક દિવસમાં સૌથી વધુ ૧,૪૪૪ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, ત્યાર બાદ રાજ્યમાં ઠીક થઈ ચુકેલા લોકોના કુલ સંખ્યા ૯૬,૭૦૯ થઈ ગઈ છે.

રાજ્યમાં હજુ પણ ઉપચાર મેળવતા કુલ લોકોની સંખ્યા વધીને ૯૬,૭૦૯ થઈ ગઈ છે. રાજ્યમાં હજુ પણ ૧૬,૩૮૯ લોકો સંક્રમિત છે. જ્યારે અમદાવાદમાં કોરોના વાયરસના ચેપના ૧૭૨ નવા કેસ સામે આવ્યા બાદ ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને ૩૪,૧૭૨ થઈ ગઈ છે. તેના સિવાય ચાર દર્દીઓના મોત બાદ મૃતકોની સંખ્યા ૧૭૮૧ પર પહોંચી ગઈ છે.

Share: