આઈપીએલ મેચ જોવા માટે જિયો-વોડાફોન અને એરટેલના આ પ્લાનને કરો પસંદ

September 27, 2020
 1283
આઈપીએલ મેચ જોવા માટે જિયો-વોડાફોન અને એરટેલના આ પ્લાનને કરો પસંદ

ફટાફટ ક્રિકેટ એટલે આઈપીએલનો રોમાંચ ૧૯ સપ્ટેમ્બરથી શરુ થવા જઈ રહ્યો છે. ટીવી ચેનલો ઉપરાંત ક્રિકેટ પ્રેમીઓ પણ તેમના સ્માર્ટફોન પર જુએ છે. તેના માટે ટેલીકોમ કંપનીઓ કેટલાક વિશેષ પ્લાન્સ લોન્ચ કર્યા છે, જેની મદદથી મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાય છે. તમે આઈપીએલની મેચનો મજા ડીઝની પ્લસ હોટસ્ટાર પર લઇ શકો છો, પરંતુ આ સ્ટ્રીમીંગમાં સંપૂર્ણ ડેટા સમાપ્ત થઈ જાય છે. મેચ વચ્ચે કોઈ ડેટા અવરોધ ન આવે તો સુનિશ્વિત કરવા માટે અમે તમને જિયો, એરટેલ અને વોડાફોનના કેટલાક પ્લાન સજેસ્ટ કરી રહ્યા છે જે તમને ઉપયોગી સાબિત થઈ શકે છે.

રિલાયન્સ જિયો

રિલાયન્સ જિયો પોતાના યુઝર્સને કેટલાક મનપસંદ પ્લાન આપી રહી છે જેમાં તેમને ડીઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપીના એક વર્ષ વાળા સબ્સક્રિપ્શન મળે છે. તેમાંથી એક પ્લાન ક્રિકેટ પેક પણ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ક્રિકેટ પેકની કિંમત ૪૯૯ રૂપિયા છે. તેના હેઠળ યુઝર્સને દરરોજ ૧.૫ જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. તેના સિવાય તેમાં જિયો એપ્સનું ફ્રી એક્સેસ પણ મળી રહ્યું છે. આ પ્લાન ૫૬ દિવસ સુધી વેલીડ છે.

એરટેલ

જિયો સિવાય એરટેલ પણ આઈપીએલ માટે એક ખાસ પ્લાન આપી રહી છે. ૫૯૯ રૂપિયા વાળા આ પ્લાન હેઠળ દરરોજ ૨ જીબી ડેટા સાથે ડીઝની પ્લસ હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. એટલુ જ નહીં તેમાં કોઈ પણ નેટવર્ક પર ફ્રી કોલિંગની સુવિધા પણ મળી રહી છે. તેની સાથે તમે ૧૦૦ એસએમએસ ફ્રી કરી શકશો. જો તમે આ પ્લાન ખરીદશો તો તમને એરટેલ એક્સટ્રીમ પ્રીમીયમ સાથે એરટેલ થેન્ક્સનો બેનીફીટ પણ મળશે.

વોડાફોન

વોડાફોન પોતાના કોઈ પ્લાનમાં ડીઝની પ્લસ હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન આપી રહ્યું નથી. તેના માટે તમારે અલગથી પ્લાન ખરીદવો પડશે. સબ્સક્રિપ્શબ બાદ યુઝર્સ મેચ લાઈવ સ્ટ્રીમ જોઈ શકો છો. જો તમે ઈચ્છો છો કે, મેચ દરમિયાન તમારો ડેટા સમાપ્ત ના થાય તો તમે કંપનીનો ૬૯૯ રૂપિયા વાળો પ્લાન લઇ શકો છો. તેના હેઠળ યુઝર્સને દરરોજ ૨જીબી + ૨ જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. તેમાં તમને બધા નેટવર્ક પર કોલિંગ અને ફ્રી એસએમએસની સુવિધા મળી રહી છે. આ પ્લાનમાં તમને ઝી૫ નું ફ્રી સબ્સક્રિપ્શન મળશે. આ પ્લાનની વેલીડીટી ૮૪ દિવસની છે.

Share: