
દિગ્ગજ અભિનેત્રી જયા બચ્ચન ઇન્ડસ્ટ્રીમાં પોતાના કડક સખ્ત વર્તાવ માટે જાણીતી છે. તે જયારે પણ બોલે છે તો પોતાના જવાબથી લોકોનું મોં બંધ કરી દે છે. મંગળવારે અભિનેત્રી રાજ્યસભા સાંસદે સંસદમાં ઉભા રહીને બીજેપી નેતા અને અભિનેતા રવિ કિશન અને કંગના રનૌતના નામ લીધા વગર તેમને બોલીવુડમાં ડ્રગ્સ મુદ્દે આડે હાથ લીધા હતા.
એટલું જ નહીં જયા બચ્ચને કહ્યું છે કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એવા લોકોથી બચાવવાની જરૂર છે જેઓ જે થાળીમાં ખાય છે તેમાં જ છેદ કરે છે. જયા બચ્ચનના આ નિવેદનથી આખો દિવસ રાજકારણ ગરમાયેલું રહ્યું હતું. આ દરમિયાન જયા-અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચનનો એક વિડીયો સોશિયલ મીડિયા વાયરલ થવા લાગ્યો છે. જેમાં શ્વેતા બચ્ચન તેની કેટલીક બહેનપણીઓ સાથે બહાર આવતી જોવા મળી રહી છે. આ વિડીયોમાં શ્વેતા બચ્ચનની આંખો કંઇક લાગી રહી છે અને તે લડખડાતી ચાલતી હોય તેવું લાગે છે.
View this post on Instagram
વિડીયોમાં શ્વેતાની સાથે ફરહાન અખ્તરની બહેન અને ફિલ્મ નિર્દેશક જોયા અખ્તર પણ ઉભી છે. વાયરલ થયેલ આ વિડીયોને જોયા બાદ લોકો જાત જાતની વાતો કરી રહ્યા છે અને શ્વેતાના લુક પર સવાલ ઉઠાવી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું છે કે, ‘જ્યારે ગટર ખુલશે તો બધા રજા ખુલશે’.