એરટેલના આ પાંચ સસ્તા પ્લાનમાં તમને મળી રહ્યો છે શાનદાર ફાયદો

September 29, 2020
 1017
એરટેલના આ પાંચ સસ્તા પ્લાનમાં તમને મળી રહ્યો છે શાનદાર ફાયદો

કોરોનાના કારણે લોકો પોતાના ઘરથી બહાર નીકળવાથી બચી રહ્યા છે. કોઇથી ફોન પર કલાકો સુધી વાત કરવી હોય અથવા ઘરે બેસી કામ કરવું હોય તેના માટે સૌથી વધુ જરૂરી છે એક સારો અને સસ્તો મોબાઈલ રિચાર્જ પ્લાન. ટેલીકોમ કંપની એરટેલ એવા ઘણા સસ્તા રિચાર્જ પ્લાન્સ આપી રહી છે. કંપનીના ૨૦૦ રૂપિયા સુધીના પ્લાન્સમાં ગ્રાહકોને દરરોજ ૧ જીબી ડેટા મળી રહ્યો છે. આવો તમને જણાવી દઈએ કે, એરટેલના એવા પાંચ સૌથી સસ્તા રિચાર્જ પ્લાન્સ....

૧૯ રૂપિયાનો પ્લાન : એરટેલના આ પ્લાનની વેલીડીટી બે દિવસની છે. તેમાં ગ્રાહકોને ૨૦૦ એમબી ડેટા મળી રહ્યો છે. તેના સિવાય પ્લાનમાં અનલીમીટેડ કોલની પણ ઓફર રહેલી છે.

૧૨૯ રૂપિયાનો પ્લાન : આ પ્લાનમાં ગ્રાહકોને ૧ જીબી ડેટા મળશે. આ ડેટા ૨૪ દિવસની વેલીડીટી સાથે આવશે. આ પ્લાનમાં અનલીમીટેડ કોલ અને ૩૦૦ એસએમએસ મળી રહ્યા છે. તેના સિવાય વધારાનો બેનીફીટ્સમાં Free Hellotunes, Wynk Music અને એરટેલ એક્સટ્રીમનો એક્સસ પણ સામેલ છે.

૧૪૯ રૂપિયાનો પ્લાન : એરટેલના આ પ્લાનમાં ગ્રાહકોને ૨ જીબી ડેટા મળશે. આ ડેટા ૨૮ દિવસની વેલીડીટી સાથે આવશે. આ પ્લાનમાં અનલીમીટેડ કોલ અને ૩૦૦ એસએમએસ મળી રહ્યા છે. મનોરંજન માટે વધારાના બેનીફીટ્સમાં ફ્રી હેલોટ્યુન્સ, Wynk Music અને એરટેલ એક્સટ્રીમનો એક્સેસ પણ સામેલ છે.

૧૭૯ રૂપિયાનો પ્લાન : આ રિચાર્જ પ્લાનની પણ વેલીડીટી ૨૮ દિવસ છે. પ્લાનમાં ૨ જીબી ડેટા મળી રહ્યો છે. તેના સિવાય અનલીમીટેડ કોલિંગ, ૩૦૦ એસએમએસનો બેનીફીટ પણ સામેલ છે. આ પ્લાનની વિશેષતા એ છે કે, આ રિચાર્જ પ્લાનમાં ભારતી એએક્સએ લાઈફ તરફથી ૨ લાખ રૂપિયાનો ટર્મ લાઈફ ઇન્સ્યુરન્સ પણ મળશે. મનોરંજન માટે, આ પ્લાનમાં ફ્રી હેલોટ્યુન્સ, વિંક મ્યુઝિક અને એરટેલ એક્સસ્ટ્રીમ પણ સામેલ છે.

૧૯૯ રૂપિયાનો પ્લાન : એરટેલના ૧૯૯ રૂપિયા વાળા રિચાર્જ પ્લાનમાં દરરોજ ૧ જીબી નો ડેટા મળશે. તેની સાથે અનલીમીટેડ કોલ અને ૧૦૦ એસએમએસ પ્રતિદિવસ પણ મળશે. વેલીડીટી ૨૪ દિવસની છે. મનોંરજન માટે પ્લાનમાં વધારાના બેનીફીટ્સ તરીકે ફ્રી હેલોટ્યુન્સ, વિંક મ્યુઝિક અને એરટેલ એક્સસ્ટ્રીમનો એક્સેસ મળી રહ્યો છે.

Share: