
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ એક વખત ફરીથી વધી ગઈ છે. હવે એક ભૂતપૂર્વ મોડલે તેમના પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. એમી ડોરિસે જણાવ્યું છે કે, ૨૩ વર્ષ પહેલા એક ટેનિસ ચેમ્પિયનશીપ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સાથે બળજબરી કરી હતી.
ડોરિસના જણાવ્યા મુજબ, ૫ સપ્ટેમ્બર ૧૯૯૭ ના રોજ ન્યુયોર્કમાં યુએસ ઓપન દરમિયાન તેમને વીઆઈપી બોક્સમાં બળજબરીપૂર્વક કિસ કરી હતી. તેમને કહ્યું હતું કે, જ્યારે તેમને ટ્રમ્પને હટાવવાનો પ્રયત્ન કર્યો તો તેમને પકડ વધુ મજબૂત કરી લીધી હતી.
તેમ છતાં ડોનાલ્ડ ટ્રમ્પે આ આરોપોને નકારી દીધા છે. તેમનું કહેવું છે કે, ત્રણ નવેમ્બરના થનારા રાષ્ટ્રપતિ ચુંટણી પહેલા તેમની છબી ખરાબ કરવા માટે આ આરોપ લગાવ્યો છે.
૨૪ વર્ષની હતી એમી
એક ઈન્ટરવ્યુંમાં મોડલે કહ્યું છે કે, જયારે આ ઘટના બની ત્યારે તે ૨૪ વર્ષની હતી. તે લોકોને સત્ય કહેવા માંગતી હતી, પરંતુ તે આવું કરી શકી નહોતી. ટ્રમ્પના વકીલોએ એમ ડોરિસ દ્વારા લગાવેલા આક્ષેપોને નકારી દીધા છે. તેમનું કહેવું છે કે, રાષ્ટ્રપતિએ તેમને ક્યારેય ત્રાસ આપ્યો ન હતો. જો આવું થયું હોત તો વિઆઈપી બોક્સમાં હાજર લોકોએ કંઇક જોયું હશે. રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની છબી બગાડવાનું આ આરોપ માત્ર એક ષડયંત્ર છે.