ઘરે બેસી સ્માર્ટફોન પર જોઈ શકશો આઈપીએલ ૨૦૨૦ ની બધી લાઈવ મેચ, આ છે ત્રણ સૌથી સસ્તા પ્લાન્સ

September 19, 2020
 819
ઘરે બેસી સ્માર્ટફોન પર જોઈ શકશો આઈપીએલ ૨૦૨૦ ની બધી લાઈવ મેચ, આ છે ત્રણ સૌથી સસ્તા પ્લાન્સ

આઈપીએલ ૨૦૨૦ આજથી એટલે શનિવારથી શરુ થઈ રહી છે. આ અત્યાર સુધીની સૌથી અલગ આઈપીએલ સીઝન હશે, કારણ કે આ વખતે દર્શકોની ભીડ જોવા મળશે નહીં. આજે અમે તમને આવા ત્રણ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે આઈપીએલની તમામ મેચનું લાઈવ ટેલીકાસ્ટ જોઈ શકશો.

આવી રીતે લઇ શકો છો ડીઝની પ્લસ હોટસ્ટારનુ સબ્સક્રિપ્શન

આઈપીએલની બધી મેચના લાઈવ પ્રસારણ જોવા માટે તમારે ડીઝની પ્લસ હોટસ્ટાર પર એક એકાઉન્ટ તૈયાર કરવાની જરૂરત પડશે. ત્યાર બાદ તમારે ડીઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપીનું ૩૯૯ રૂપિયાનું વર્ષનું સબ્સક્રિપ્શન એક્ટીવ કરાવવું પડશે. આ સબ્સક્રિપ્શન લીધા બાદ, તમે આઈપીએલ ૨૦૨૦ ની મેચ સિવાય બોલીવુડની ઘણી શ્રેષ્ઠ ફિલ્મોનો આનંદ લઈ શકો છો. જ્યારે તમે એક્સક્લુસીવ હોટસ્ટાર સ્પેશલ શો પણ જોઈ શકશો.

રિલાયન્સ જિયોનો ૪૦૧ રૂપિયા વાળો પ્લાન

તમને રિલાયન્સ જિયોના ૪૦૧ રૂપિયા વાળા પ્લાનમાં એક વર્ષની ફ્રી ડીઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપીનું સબ્સક્રિપ્શન મળશે. તેમાં દરરોજ તમને ૩ જીબી હાઈ સ્પીડ ઈન્ટરનેટ ડેટા ઉપયોગ કરવા મળશે. આ પ્લાનની વેલીડીટી ૨૮ દિવસની હશે.

એરટેલનો ૪૪૮ રૂપિયા વાળો પ્લાન

એરટેલે આઈપીએલના દીવાના માટે ૪૪૮ રૂપિયાનો પ્લાન પ્રસ્તુત કર્યો છે જેમાં યુઝર્સને એક વર્ષ માટે ડીઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપીનું સબ્સક્રિપ્શન મળશે. તેના સિવાય તમને આ પેકમાં ૩ જીબી હાઈ સ્પીડ ઈન્ટરનેટ ડેટા પ્રતિદિવસ ઉપયોગ કરવા મળશે. આ પેકની પણ વેલીડીટી ૨૮ દિવસની છે.

Share: