આઈસીસી વનડે રેન્કિંગ્સ :વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ ટોપ પર

October 04, 2019
 183
આઈસીસી વનડે રેન્કિંગ્સ :વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ ટોપ પર

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહના સતત શાનદાર પ્રદર્શનનું ઇનામ તેમને આઈસીસીની રેન્કિંગમાં મળી રહ્યું છે. વિરાટ કોહલી અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહ આઈસીસી વનડે ખેલાડીઓની રેન્કિંગમાં ટોપ પર રહેલા છે.

વનડે બેટ્સમેનોની રેન્કિંગમાં વિરાટ કોહલી પ્રથમ અને વાઈસ કેપ્ટન રોહિત શર્મા બીજા સ્થાન પર છે, જ્યારે જસપ્રીત બુમરાહની બોલિંગની રેન્કિંગમાં ટોપ પર રહેલા છે. શ્રીલંકા સામે ત્રણ મેચની ઘરેલું સીરીઝમાં ચાર વિકેટ લીધા બાદ પાકિસ્તાનના ઝડપી બોલર મોહમ્મદ આમીર છ સ્થાનના ફાયદાથી પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ સાતમી રેન્કિંગ પર પહોંચી ગયા છે.

ડાબા હાથના આ ઝડપી બોલર ટેસ્ટ ક્રિકેટથી નિવૃત્તિ બાદ વનડે અને ટી-૨૦ ક્રિકેટ પર સંપૂર્ણપણે ધ્યાન લગાવી રહ્યું છે. શ્રીલંકા સામે અંતિમ મેચમાં તેમને પોતાના નામે ૩ વિકેટ લીધી હતી. જેના કારણે તે આ વર્ષે જુન મહિનામાં પોતાની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ ૧૦ માં સ્થાનથી ઉપર આવી પહોંચ્યા છે.

આસિફ સિવાય પાકિસ્તાનના એક વધુ ડાબા હાથના ઝડપી બોલર ઉસ્માન શેનવારીએ પણ રેન્કિંગમાં મોટો સુધારો કર્યો છે. ઉસ્માન શેનવારીએ શ્રીલંકા સામે સીરીઝમાં ૬ વિકેટ લીધી અને પછી રેન્કિંગમાં ૨૮ સ્થાનના સુધારાથી સાથે ૪૩ માં સ્થાન પર આવી ગયા છે. આ સીરીઝમાં તેમને કમાલની બોલિંગ કરી જ્યારે બીજી વનડેમાં તેમને ૫ વિકેટ લેવાના કારણે મેન ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યા હતા.

જયારે બેટ્સમેનોની રેન્કિંગમાં ફખર જમાન ૧૬ માં, જયારે હેરીસ સોહેલ ૩૨ માં સ્થાન પર આવી ગયા છે. જ્યારે શ્રીલંકાના દનુષ્કા ગુણાથિલાકા સદી બનાવી પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ૭૦ મી રેન્કિંગ પર આવી ગયા છે. ટીમ રેન્કિંગમાં પાકિસ્તાન છઠ્ઠા અને શ્રીલંકા આઠમાં સ્થાન પર છે. નામિબિયા, ઓમાન અને અમેરિકાને વનડે દરજ્જો મળ્યા બાદ ન્યુનતમ આઠ ક્વોલીફાઈ મેચ રમી હવે રેન્કિંગ ટેબલમાં છે.

Share: