જો તમે ટીવી ખરીદવા માંગતા હો, તો હવે મોડું ન કરો, આ ફેસ્ટીવલમાં સિઝનમાં વધી શકે છે ભાવ

September 21, 2020
 596
જો તમે ટીવી ખરીદવા માંગતા હો, તો હવે મોડું ન કરો, આ ફેસ્ટીવલમાં સિઝનમાં વધી શકે છે ભાવ

ભારતમાં તહેવારોની સીઝન પર ટીવીની ખૂબ ખરીદી થાય છે. જો તમે પણ આ તહેવારની સીઝનમાં ટીવી ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તેમાં મોડું ના કરો. કારણ કે તહેવારોની સીઝનમાં ભારતમાં ટીવીના ભાવમાં ૩૦ ટકાનો વધારો થઈ શકે છે. માર્કેટ નિષ્ણાતોનું માનવું છે કે, ઓક્ટોબર ૨૦૨૦ સુધીમાં, ટેલીવિઝનની કિંમતોમાં ૨૦ થી ૩૦ ટકાનો વધારો થઈ શકે છે.

આ કારણે વધવાની છે ટીવીની કિંમતો

સ્માર્ટ ટીવીની કિંમત વધવાનું સૌથી મોટું કારણ છે કે, તેમના પેનલ્સ પહેલા કરતા વધુ ખર્ચાળ થઈ ગયા છે જ્યારે કોરોનાના કારણે તેની આયાતમાં પણ મુશ્કેલી આવી રહી છે. મોટાભાગના ટીવી પેનલ્સ ચીનથી આયાત કરવામાં આવે છે, જ્યારે ભારત સરકારે એલસીડી ટીવી સહિત રંગીન ટેલીવિઝનની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. આ કારણ છે કે, પેનલ્સની અછત છે, પરંતુ તહેવારોનીઓ સીઝનમાં માંગ વધુ રહેશે, જેના કારણે ભાવમાં નોંધપાત્ર વધારો થવાનો છે.

થોમસન અને કોડક ટીવીના લાઈસન્સથી ટીવી તૈયાર કરનારી કંપની સુપર પ્લાસ્ટ્રોનીક્સ સીઈઓ અવનીત મારવાએ કહ્યું છે કે, આ તહેવારની સીઝનમાં ટીવીની ભાવમાં ૩૫ ટકાનો વધારો થઈ શકે છે.

તેના સિવાય શિંકો ટીવી બનાવનારી કંપની વિડીયોટેક્સના ડાયરેક્ટર અર્જુન બજાજે જણાવ્યું છે કે, “આગામી થોડા દિવસોમાં ટીવીની કિંમતોમાં ૨૦ થી ૩૦ ટકાનો વધારો થવાનો છે કારણ કે આયાત ટીવી પર ૨૦ ટકા ટેક્સ પણ લાગે છે.

Share: