અફઘાન સેનાના હવાઈ હુમલામાં ૨૪ લોકોના મોત, છ ઈજાગ્રસ્ત

September 21, 2020
 11448
અફઘાન સેનાના હવાઈ હુમલામાં ૨૪ લોકોના મોત, છ ઈજાગ્રસ્ત

અફઘાનિસ્તાન ઉત્તરીય ભાગમાં અફઘાન સૈન્યના હવાઈ હુમલામાં ૨૪ લોકો માર્યા ગયા અને છને ઈજા થઈ છે. પ્રત્યક્ષદર્શીઓએ રવિવારે આ માહિતી આપી હતી. પ્રત્યક્ષદર્શીઓએ સમાચાર એજેન્સી એપીને જણાવ્યું હતું કે, શનિવારના ઉત્તર કંદુજ પ્રાંતના સૈયદ રમઝાન ગામ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં માર્યા ગયેલા લોકો સામાન્ય લોકો છે. આ ગામમાં પ્રાંતના ખનબાદ નામના જીલ્લામાં છે અને આ જીલ્લા પર તાલીબાનનું નિયંત્રણ છે.

તેમ છતાં, અફઘાન રક્ષા મંત્રાલયે કહ્યું છે કે, હવાઈ હુમલામાં ૩૦ તાલીબાનના લડવૈયાઓ માર્યા ગયા છે. તેમને એમ પણ કહ્યું છે કે, આ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે, માર્યા ગયેલા લોકોમાં કોઈ સામાન્ય લોકો નથી. આ હવાઇ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે તાલિબાન અને સરકારના વાર્તાકાર કતારમાં પ્રથમ વખત અફઘાનિસ્તાનના ભાવિ અને યુદ્ધ અને સંઘર્ષના અંત વિશે ચર્ચા કરવા બેઠક કરી રહ્યા છે.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર, પ્રથમ હુમલો એક તાલીબાન લડવૈયાના ઘરમાં થયો અને વિસ્ફોટ બાદ બાજુનું મકાન પણ તેની ઝપટમાં આવી ગયું. આવી સ્થિતિમાં એક પરિવાર બીજા મકાનમાં ફસાઈ ગયું હતું. પત્યક્ષ સાક્ષી લતીફ રેહેમાનીએ જણાવ્યું હતું કે, બીજો હુમલો થયો ત્યારે ખેડૂત અને ગ્રામજનો આગ બુઝાવવામાં વ્યસ્ત હતા અને તેમાં પણ ઘણા લોકો માર્યા ગયા હતા. તાલીબાનના પ્રવક્તા જબીબુલ્લાહ મુજાહીદે આ હવાઈ હુમલાની નિંદા કરી હતી અને કહ્યું હતું કે, તે સમયે તાલીબાનના વિસ્તારમાં કોઈ કામગીરી ચાલતી નહોતી.

Share: