વિદેશી ટીમ માટે રમતી જોવા મળશે પાકિસ્તાનની આ મહિલા ક્રિકેટર, કર્યો ઐતિહાસિક કરાર

October 04, 2019
 184
વિદેશી ટીમ માટે રમતી જોવા મળશે પાકિસ્તાનની આ મહિલા ક્રિકેટર, કર્યો ઐતિહાસિક કરાર

પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડર ખેલાડી નિદા દાર મહિલા બીગ બેશ લીગથી કરાર કરનારી પોતાની દેશની પ્રથમ ખેલાડી બની ગઈ છે. તેમને લીગની ફ્રેન્ચાઇઝી સિડની થંડર્સ સાથે આગામી સીઝન માટે કરાર કર્યો છે. એક ન્યુઝની રિપોર્ટ મુજબ, તે શનિવારે લીગમાં રમવા માટે રવાના થશે.

નિદા દાર પાકિસ્તાન માટે ૯૬ ટી-૨૦ અને ૭૧ વનડે મેચ રમી ચુકી છે. ટી-૨૦ ક્રિકેટમાં નિદા દારે ૧૦૮૬ રન બનાવ્યા છે. આ દરમિયાન તેમની સ્ટ્રાઈક રેટ ૯૬.૨૭ ની રહી છે. ટી-૨૦ માં નિદા દારના નામે ૪ અડધી સદી પણ નોંધાયેલી છે.

ટી-૨૦ સિવાય નિદા દાર વનડેમાં ૯૦૪ રન બનાવી ચુકી છે. વનડેમાં નિદા દારની સ્ટ્રાઈક રેટ ૬૦.૩૮ ની રહી છે. વનડેમાં નિદા દારે ટી-૨૦ ના બરાબર જ તેમને ચાર અડધી સદી ફટકારી છે.

બેટિંગ સિવાય બોલિંગમાં પણ નિદા દારે પોતાને સાબિત કરી છે. ટી-૨૦ ફ્રોમેટમાં નિદા દારે ૫.૨૧ ની ઈકોનોમી રેટથી કુલ ૮૮ વિકેટ લીધી છે. આ ફ્રોમેટમાં નિદા દારનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૨૧ રન આપી પાંચ વિકેટ રહ્યું છે.

જ્યારે વનડેમાં નિદા દારે કુલ ૬૬ વિકેટ લીધી છે. વનડે ફ્રોમેટમાં તેમની ઈકોનોમી રેટ ૩.૯૬ ની રહી છે. વનડે નિદા દારનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૧૫ રનમાં ૪ વિકેટ રહી છે. ડબ્લ્યુબીબીએલની આગામી સીઝન ૧૮ ઓક્ટોબરથી શરુ થઈ રહી છે. સિડની થંડર્સ પોતાની પ્રથમ મેચમાં સિક્સર્સ સામે રમશે.

Share: