ધ હન્ડ્રેડ : આન્દ્રે રસેલ, ગ્લેન મેક્સવેલ, હરભજન સિંહ ડ્રાફ્ટમાં સામેલ

October 04, 2019
 180
ધ હન્ડ્રેડ : આન્દ્રે રસેલ, ગ્લેન મેક્સવેલ, હરભજન સિંહ ડ્રાફ્ટમાં સામેલ

વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ક્રિકેટરો ક્રીસ ગેલ અને આન્દ્રે રસેલના નામે આગામી વર્ષે ઇંગ્લેન્ડમાં રમાવનાર ‘The Hundred’ લીગ માટે પ્લેયર્સના ડ્રાફ્ટમાં સામેલ છે. ભૂતપૂર્વ સાઉથ આફ્રિકી ક્રિકેટર એબી ડી વિલિયર્સનું નામ આશ્ચર્યજનક રીતે આ યાદીમાં સામેલ નથી જ્યારે તેમને આ લીગમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

આ લીગ માટે ૧૬૫ વિદેશી ખેલાડીઓના નામ ડ્રાફ્ટ માટે રજીસ્ટર કરવામાં આવ્યા જેમાં ભારતીય સ્પિનર હરભજન સિંહ સામેલ છે. ખેલાડીઓના મુખ્ય ડ્રાફ્ટ ૨૦ ઓક્ટોબરના હશે. તેમાં અફઘાનિસ્તાન, નેપાળ, આર્યલેન્ડ અને બાંગ્લાદેશ સહિત ૧૧ દેશોના ખેલાડી સામેલ છે.

આત ખેલાડી ટોપ ગ્રુપમાં સામેલ છે જેમની બેઝ પ્રાઈસ ૧૨૫૦૦૦ પાઉન્ડ (૧ કરોડ ૯ લાખ રૂપિયા) રાખવામાં આવી છે. આ ગ્રુપમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવન સ્મિથ, મિચેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર, સાઉથ આફ્રિકાના ક્વિન્ટન ડી કોક અને લુંગી એનગીડી, કાગીઓ રબાડા, શ્રીલંકાના લસિથ મલિંગા અને વેસ્ટ ઇન્ડીઝના ક્રીસ ગેલ સામેલ છે. ૧૭ વિદેશી ખેલાડી ૧ લાખ પાઉન્ડ (૮૮ લાખ રૂપિયા) ની બેઝ પ્રાઈઝ વાળી યાદીમાં સામેલ છે. તેમાં ભારતના હરભજન સિંહ, પાકિસ્તાનના શાહિદ આફ્રીદી, શેન વોટ્સન, ડ્વેન બ્રાવો, ફાફ ડુ પ્લેસિસ, એરોન ફિન્ચ, શાકિબ અલ હસન, કેરોન પોલાર્ડ, સંદીપ લેમીચાને, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, ગ્લેન મેક્સવેલ, તામિમ ઇકબાલ, ટ્રેન્ટ બોલ્ટ, કેન વિલિયમ્સન, ક્રીસ લીન અને રાશીદ ખાન સામેલ છે. તેના સિવાય આ ખેલાડીઓને ૭૫૦૦૦ પાઉન્ડ (૬૫ લાખ રૂપિયા), ૫૦ હજાર પાઉન્ડ (૪૩ લાખ રૂપિયા) ની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. ૬૭ ખેલાડીઓને કોઈ રિઝર્વ પ્રાઈઝ નક્કી કરવામાં આવી નથી જેના કારણે તેમને ૩૦ હજાર પાઉન્ડ (૨૬ લાખ રૂપિયા) આપવામાં આવી શકે છે. દરેક ટીમને ત્રણ વિદેશી ખેલાડી પ્રાપ્ત કરવા અને પ્લેઇંગ ઈલેવનમાં ત્રણ ખેલાડીઓને રાખવાની પરવાનગી હશે.

એબી ડી વિલિયર્સે આ લીગમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ તેમનું પ્લેયર્સ ડ્રાફ્ટમાં સામેલ નથી. સમાચાર અનુસાર એબી ડી વિલિયર્સની ચિંતા પૈસાથી નથી પરંતુ આ લીગનું શેડ્યુલ છે, જ્યાં દરેક ટીમને એક મહિનાના સમયગાળાની અંદર ૮ ગ્રપ મેચ રમવાની છે.

Share: