લંડનમાં સર્જરી કરાવ્યા બાદ હાર્દિક પંડ્યાએ શેર કરી તસ્વીર

October 05, 2019
 203
લંડનમાં સર્જરી કરાવ્યા બાદ હાર્દિક પંડ્યાએ શેર કરી તસ્વીર

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પીઠના નીચલા ભાગમાં ઈજાના કારણે ટીમે ઇન્ડિયાથી બહાર ચાલી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ મુશ્કેલીના કારણે તેમના લાંબા સમય સુધી ટીમથી બહાર રહેવું પડે શકે છે. આ ભારતીય ટીમ અને હાર્દિક પંડ્યાના ચાહકો માટે એક મોટો ઝટકો છે પરંતુ આ દરમિયાન એક સારા સમચાર એ આવ્યા છે કે, લંડનમાં હાર્દિક પંડ્યાની સફળ સર્જરી થઈ છે. સર્જરી બાદ હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીરો શેર કરી છે.

સર્જરી બાદ પોતાની શેર કરતા હાર્દિક પંડ્યાએ જણાવ્યું છે કે, સર્જરી સફળતાપૂર્વક સમાપ્ત થઈ ગઈ છે. તમારા બધાની દુઆઓ માટે તમારો આભાર. હું જલ્દી જ મેદાન પર વાપસી કરીશ. તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યાએ પોતાની અંતિમ મેચ સાઉથ આફ્રિકા સામે ટી-૨૦ સીરીઝમાં રમી હતી. તેમ છતાં ત્યાર બાદ તેમને ટેસ્ટ સીરીઝમાં તક આપવામાં આવી નહોતી.

View this post on Instagram

Surgery done successfully ???? Extremely grateful to everyone for your wishes ❣️ Will be back in no time! Till then miss me ????

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

હાર્દિકને લાંબા સમયથી પીઠની સમસ્યા છે. પ્રથમ વખત એશિયા કપમાં મેચ દરમિયાન તેમને આ મુશ્કેલી થઈ હતી. તેમ છતાં તે થોડા-થોડા ગેપ સાથે ટીમ માટે રમતા જરૂર જોવા મળ્યા હતા. અત્યારે વર્તમાન પરીસ્થિતિને જોતા એવું માનવામાં આવી રહ્યું છે કે, હાર્દિક પંડ્યા હવે થોડા સમય માટે ટીમથી બહાર થઈ શકે છે જેનાથી તેમને પોતાને રિકવર કરવાની તક મળી શકશે. બાંગ્લાદેશ સામે રમાવનારી ટી-૨૦ સીરીઝમાં હાર્દિક પંડ્યા જોવા મળશે નહીં.

Share: