જિયોનો નવો ધમાકો, એક સાથે લોન્ચ કર્યા 5 નવા પોસ્ટપેડ પ્લસ પ્લાન્સ

October 31, 2020
 16403
જિયોનો નવો ધમાકો, એક સાથે લોન્ચ કર્યા 5 નવા પોસ્ટપેડ પ્લસ પ્લાન્સ

રિલાયન્સ જિયોએ પોતાના પોસ્ટપેડ યુઝર્સ માટે પાંચ નવા પોસ્ટપેડ પ્લસ પ્લાન્સ લોન્ચ કરી દીધા છે જેમાં યુઝર્સને નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, ડીઝની પ્લસ હોટસ્ટાર, ફેમીલી પ્લાન અને ડેટા રોલઓવરની સુવિધા આપવામાં આવી રહી છે.

જિયોએ ૩૯૯ રૂપિયા, ૫૯૯ રૂપિયા, ૭૯૯ રૂપિયા અને ૧૪૯૯ રૂપિયા વાળા પાંચ નવા પોસ્ટપેડ પ્લાન્સ લોન્ચ કર્યા છે, જેના વિશેમાં આગળ તમે વિગતવાર જાણી શકશો.

કંપનીનું નિવેદન

જિયોનું કહેવું છે કે, આ સર્વિસ સાથે દુનિયાભરમાં પોસ્ટપેડ યુઝર્સને ખૂબ જ ઉત્તમ અનુભવ મળશે. જિયો પોસ્ટપેડ પ્લસમાં યુઝર્સ નેટફ્લિકસ, એમેઝોન પ્રાઈમ અને ડીઝની પ્લસ હોટસ્ટાર જેવી એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે. તેના સિવાય જિયો એપ્સની મેમ્બરશિપ પણ ફ્રીમાં આપવામાં આવી રહી છે.

આ પોસ્ટપેડ પ્લસ પ્લાન્સ હેઠળ Features Plus સર્વિસમાં યુઝર્સ ૨૫૦ રૂપિયા દરેક કનેક્શનના હિસાબથી સંપૂર્ણ પરિવાર માટે ફેમેલી પ્લાન પસંદ કરે છે. કંપની ૫૦૦ જીબી સુધી ડેટા રોલઓવરની સુવિધા અને ભારત અને વિદેશમાં વાઈ-ફાઈ કોલિંગની સુવિધા આપશે.

જ્યારે ઇન્ટરનેશનલ પ્લસ સર્વિસ હેઠળ વિદેશ મુસાફરી કરનારા ભારતીય મુસાફરોને ઇન-ફ્લાઈટ કનેક્ટિવિટી મળશે. અમેરિકા અને યુએઈમાં ફ્રી ઇન્ટરનેશનલ રોમિંગ, ઇન્ટરનેશનલ રોમિંગ દરમિયાન ૧ રૂપિયામાં ભારતમાં કોલ અને ૫૦ પૈસા પ્રતિ મિનીટ દીઠ ઇન્ટરનેશનલ કોલિંગ ઓફર કરવામાં આવી રહી છે. તેના સિવાય એક્સપિરિયન્સ પ્લસ સેવા હેઠળ ગ્રાહકોને નિ:શુલ્ક હોમ ડીલીવરી અને સિમકાર્ડ એક્ટીવેશન ઓફર કરવામાં આવશે.

પાંચ નવા પોસ્ટપેડ પ્લસ પ્લાન્સ

૩૯૯ રૂપિયા વાળા જિયો પોસ્ટપેડ પ્લાન્સમાં યુઝર્સને ૭૫ જીબી હાઈ-સ્પીડ ડેટાની સાથે અનલીમીટેડ વોઈસ અને એસએમએસ બેનીફીટ આપવામાં આવશે.

૫૯૯ રૂપિયા વાળા જિયોના પોસ્ટપેડ પ્લાનમાં યુઝર્સને ૧૦૦ જીબી ડેટાની સાથે અનલીમીટેડ વોઈસ અને એસએમએસની સુવિધા મળશે. તેમાં ડેટા રોલઓવરની સુવિધા ૨૦૦ જીબીની છે. એટલે જો તમે એક મહિના માટે ડેટાનો ઉપયોગ કર્યો નથી, તો તે આગામી મહિનામાં તે ડેટા ઉમેરવામાં આવશે. અનલીમીટેડ વોઈસ અને એસએમઅસની સુવિધા પણ આ પ્લાનમાં મળે છે. આ ફેમીલી પ્લાન સાથે કંપની ૧ વધારાના સીમ કાર્ડની પણ ઓફર કરી રહી છે.

૭૯૯ રૂપિયા વાળા જિયો પોસ્ટપેડ પ્લાનમાં ૧૫૦ જીબી સુધી ડેટા આપવામાં આવી રહ્યો છે અને અનલીમીટેડ વોઈસ અને એસએમએસનો પણ ફાયદો યુઝર્સને મળશે. આ પ્લાનમાં પણ ૨૦૦ જીબી ડેટા રોલઓવરની સુવિધા આપવામાં આવી છે. આ ફેમેલી પ્લાનની સાથે ૨ વધારાના સીમ કાર્ડનો ઓપ્શન મળશે.

૯૯૯ રૂપિયા વાળા જિયોના પોસ્ટપેડ પ્લાનમાં પણ ગ્રાહકને ૨૦૦ જીબી ડેટા અને અનલીમીટેડ વોઈસ અને એસએમએસની સુવિધા મળશે. ગ્રાહકોને આ પ્લાનમાં ૫૦૦ જીબી ડેટા રોલઓવરની ફેસીલીટી આપવામાં આવી રહી છે. ફેમેલી પ્લાનની સાથે ત્રણ વધારાના સીમકાર્ડ પણ આ પ્લાનમાં ઉપલબ્ધ હશે.

૧૪૯૯ રૂપિયા વાળા જિયોના પોસ્ટપેડ પ્લાનમાં ૩૦૦ જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે તેની સાથે અનલીમીટેડ વોઈસ અને એસએમએસનો ફાયદો પણ યુઝર્સને મળશે. આ પ્લાનમાં ડેટા રોલઓવરની સુવિધા ૫૦૦ જીબીની છે. આની સાથે જિયો અમેરિકા અને યુએઈમાં અનલીમીટેડ ડેટા અને વોઈસ કોલિંગ ઓફર કરી રહી છે.

Share: