મુંબઈના આરેમા વૃક્ષ કાપવાના લઈને ભાજપ- શિવસેનામા તિરાડ, બોલીવુડ કલાકારો સહિત અનેક લોકોએ કર્યો વિરોધ

October 05, 2019
 834
મુંબઈના આરેમા વૃક્ષ કાપવાના લઈને ભાજપ- શિવસેનામા તિરાડ, બોલીવુડ કલાકારો સહિત અનેક લોકોએ કર્યો વિરોધ

મુંબઈના આરે વિસ્તારમા વૃક્ષ કાપવાના લઈને સાથી પક્ષ શિવસેના અને ભાજપ આમને સામને આવી ગયા છે. જેમા મુંબઈમાં વરલીથી પ્રથમ વાર વિધાનસભા ચુંટણી લડી રહેલા શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરેએ પણ વૃક્ષની કાપવાના લઈને ભાજપ પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે આર કોલોનીના રહીશો સાથે અમારા શિવસૈનિકો ઉભા છે. મને સમજ નથી આવી રહ્યી કે મુંબઈ મેટ્રો મુંબઈવાસીઓને અપરાધીની જેમ જોવે છે અને તેમની માંગ કેમ નથી સાંભળી રહી.

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારને જળવાયુ પરિવર્તન અને પ્લાસ્ટિક પ્રદુષણ પર બોલવાનો કોઈ અધિકાર નથી જયારે મુંબઈ મેટ્રોના ત્રીજા તબક્કા હેઠળ આરે કોલોનીની આસપાસના વિસ્તારને નષ્ટ કરવામા આવી રહ્યો હોય. મેટ્રો દ્વારા તેને અહંકારની લડાઈ બનાવવા અને કેન્દ્ર સરકારના ઉદ્દેશને નષ્ટ કરે છે.

મુંબઈમા આરે કોલોનીમાં વૃક્ષ કાપવાના મુદ્દાએ હવે રાજકીય રંગ પકડવાનો શરુ કર્યો છે. જેમા શુક્રવારે મુંબઈ હાઈકોર્ટ દ્વારા આરે કોલોનીને જંગલ જાહેર કરવાની તમામ અરજીઓને રદબાતલ જાહેર કર્યા બાદ વૃક્ષ કાપવાની શરૂઆત થઈ છે. જેમાં પર્યાવરણ જાળવણી સાથે જોડાયેલા લોકોએ આક્ષેપ લગાવ્યો કે ૨૬૦૦ વૃક્ષ કાપવાના છે, જેમાંથી ૨૦૦ વૃક્ષ શુક્રવારે કાપી દેવામા આવ્યા હતા.



સોશિયલ મીડિયા પર વૃક્ષ કાપવાનો વિડીયો વાયરલ થયા બાદ પર્યાવરણ પ્રેમી, સામાજિક કાર્યકર્તા અને લોકો ભડક્યા છે. એટલું જ નહીં વિપક્ષના નેતા અને બોલીવુડની અનેક હસ્તીઓએ પણ નારજગી વ્યક્ત કરી છે. તેમજ આ વિસ્તારમા ઘર્ષણને ટાળવા માટે કલમ ૧૪૪ પણ લાગુ કરી દેવામા આવી છે.

વાસ્તવમા આરેમા ૨૬૦૦ વૃક્ષો કાપીને મેટ્રો કાર શેડ બનાવવાનો ઉદ્દેશ છે. જેની વિરુદ્ધ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એમએમઆરસીએલનું કહેવું છે કે આ વૃક્ષ કાપવાની તેમની પાસે મંજૂરી છે. નારાજ લોકોએ કહ્યું કે એમએમઆરસીએલ ત્યારે જ વૃક્ષ કાપી શકે જયારે પરમિશનને મહાનગરપાલિકાની વેબસાઈટ પર અપલોડ કરવામા ૧૫ દિવસનો સમય વીતી જાય


Share: