મોહમ્મદ અઝહરુદ્દીનના પુત્રની દુલ્હન બનશે સાનિયા મિર્જાની બહેન, ડીસેમ્બરમાં કરી શકે છે લગ્ન

October 07, 2019
 214
મોહમ્મદ અઝહરુદ્દીનના પુત્રની દુલ્હન બનશે સાનિયા મિર્જાની બહેન, ડીસેમ્બરમાં કરી શકે છે લગ્ન

ટેનીસ સ્ટાર સાનિયા મિર્જાની બહેન અનમ મિર્જા જલ્દી જ ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનના પુત્ર મોહમ્મદ અસદની દુલ્હન બનશે. લાંબા સમયથી ચાલી રહેલ બંનેના લગ્નની અફવાઓને હવે પોતે સાનિયા મિર્જાએ સ્વીકાર કર્યો છે. તેમને આ વાતની જાણકારી આપી દીધી છે. રીપોર્ટ મુજબ, સાનિયા મિર્જાએ જણાવ્યું છે કે, “અનમ ડીસેમ્બરમાં લગ્ન કરી રહી છે. અમે તાજેતરમાં પેરીસમાં બેચલર પાર્ટી મનાવી પરત ફર્યા છીએ અને અમે ઘણા ઉત્સાહિત છીએ.” સાનિયા મિર્જાની બહેન અનમ મિર્જા વ્યવસાયથી ફેશન સ્ટાઇલીસ્ટ છે.

વાસ્તવમાં, અનમ મિર્જાએ સોશિયલ મીડિયા પર મોહમ્મદ અસદ સાથે એક ફોટો શેર કરી હતી, જેના કેપ્શનમાં તેમને લખ્યું હતું કે, “ફેમેલી’. ત્યાર બાદ બંનેના લગ્નની અફવાઓએ જોર પકડી લીધું હતું. હવે તેનો ખુલાસો કરતા સાનિયા મિર્જાએ જણાવ્યું છે કે, અનમ એક સારા છોકરા સાથે લગ્ન કરી રહી છે. તેમનું નામ અસદ છે અને તે મોહમ્મદ અઝહરુદ્દીનના પુત્ર છે. અમે બધા આ લગ્નને લઈને ખુબ જ ઉત્સાહિત છે. સાનિયા મિર્જાએ બંનેના લગ્નની તારીખની જાહેરાત કરી નહોતી, પરંતુ એટલું જરૂર કહ્યું છે કે, લગ્ન આ વર્ષે ડીસેમ્બરમાં થશે.

ટેનીસ સ્ટાર સાનિયા મિર્જાના નજીકના મિત્ર અને ફિલ્મમેકર ફરાહ ખાને પણ થોડા દિવસો પહેલા અનમ તરફ ઈશારો કરતા બ્રાઈડ ટુ બી વાળી તસ્વીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. સાનિયા અને અનમ મિર્જાની સાથે પોતાની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરતા ફરાહ ખાને લખ્યું હતું કે, પિલો ટોક, જયારે સાનિયા મિર્જા બહેન સાથે હોય તો તેમના સાથે સમય પસાર કરવો જરૂરી થઈ જાય છે. અનમ અને સાનિયા મિર્જાએ પેરીસમાં લીધેલી પોતાની કેટલીક તસ્વીરો પણ શેર કરી હતી.

Share: