બિહાર વિધાનસભાની ૨૮ ઓક્ટોબરથી ત્રણ તબક્કામાં ચૂંટણી, ૧૦ નવેમ્બરના પરિણામ

September 25, 2020
 3105
બિહાર વિધાનસભાની ૨૮ ઓક્ટોબરથી ત્રણ તબક્કામાં ચૂંટણી, ૧૦ નવેમ્બરના પરિણામ

ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની તારીખો જાહેર કરી છે. બિહારમાં આ વખતે ચૂંટણીનો સમય વધારી દેવામાં આવ્યો છે, આ વખતે ચૂંટણી માટે મતદાન સવારે સાત વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી થશે. જ્યારે વોટિંગના છેલ્લા સમયમાં કોરોના દર્દીઓ પણ મતદાન કરી શકશે.

બિહાર વિધાનસભાની ચૂંટણી

પ્રથમ તબક્કાનું મતદાન - ૨૮ ઓક્ટોબર

બીજા તબક્કાનું મતદાન – ત્રણ નવેમ્બર

ત્રીજા તબક્કાનું મતદાન – સાત નવેમ્બર

ત્રણ તબક્કામાં યોજાશે ચૂંટણી

પ્રથમ તબક્કો : ૭૧, ૩૧,૦૦૦ પોલિંગ બૂથ

બીજો તબક્કો : ૯૪ સીટ, ૪૨,૦૦૦ પોલિંગ બૂથ

ત્રીજો તબક્કો : ૭૮ સીટ, ૩૩,૫૦૦ પોલિંગ બૂથ

કોરોના પીડિત પણ મત આપી શકશે. તેના માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવશે. ચૂંટણી પ્રચાર ફક્ત વર્ચ્યુઅલ માધ્યમથી જ થઈ શકશે અને દરેક પોલીંગ બૂથ પર સાબુ, હેન્ડ સેનિટાઈઝર જેવી ચીજોની વ્યવસ્થા કરવામાં આવશે.

આ વખતે ચૂંટણી પંચે મતદાન માટે એક કલાક વધુ સમય રાખ્યો છે. આ વખતે સવારે ૭ થી સાંજના ૬ સુધી મતદાન યોજાશે. જો કે, નક્સલવાદ પ્રભાવિત વિસ્તારોમાં આવું કરવામાં આવશે નહીં.

નામાંકન પત્ર ઓનલાઈન પણ ભરી શકશે. નામાંકન દરમિયાન માત્ર બે જ લોકો સ્થળ પર હાજર રહેશે અને તેના સિવાય પ્રચાર દરમિયાન નેતાઓ અને કાર્યકારોને હાથ મિલાવવાની મંજૂરી નથી. આ સાથે રાજ્યમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. એમસીસી માર્ગદર્શિકાના અસરકારક અમલીકરણ માટે કમીશનની પહેલાથી જ વિસ્તૃત ગોઠવણ કરી ચૂક્યું છે.

બિહારમાં કુલ ૨૪૩ સીટો પર ચૂંટણી લડવાની છે. રાજ્યમાં વિધાનસભાની મુદત ૨૯ નવેમ્બરના રોજ સમાપ્ત થઈ જશે. કોરોનાને ધ્યાનમાં રાખતા પોલિંગ બૂથની સંખ્યા અને મેનપાવરને વધારવામાં આવ્યો છે. ચૂંટણી દરમિયાન છ લાખ પી.પી.ઈ કીટનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત ૪૬ લાખ માસ્ક, સાત લાખ હેન્ડ સેનિટાઇઝર અને છ લાખ ફેસ શિલ્ડનો ઉપયોગ કરવામાં આવશે.

Share: