મુંબઈની આરે કોલોની મુદ્દે સુપ્રિમનો આદેશ, તાત્કાલિક બંધ કરો વૃક્ષોની કાપણી

October 07, 2019
 733
મુંબઈની આરે કોલોની મુદ્દે સુપ્રિમનો આદેશ, તાત્કાલિક બંધ કરો વૃક્ષોની કાપણી

મુંબઈમા મેટ્રો ટ્રેનના ત્રીજા તબક્કાના અમલ માટે આર કોલોનીમા કાપવામા આવી રહેલા વૃક્ષોના કાપવા પર સુપ્રિમ કોર્ટે તાત્કાલિક રોક લગાવવાનો આદેશ આપ્યો છે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે આ કેસમા તે સમગ્ર વિગત ચેક કરશે અને તેની બાદ જ આગળ પોતાની વાત કરશે.

સુપ્રિમ કોર્ટે કહ્યું કે જે બાબત ખોટી છે તે ખોટી છે તે પછી એક ટકા પણ કેમ ના હોય. કોર્ટે આ દરમ્યાન મહારાષ્ટ્ર સરકાર પાસે એફિડેવિટ માંગી છે કે હાલની સ્થિતિની જાણકારી આપે.સુપ્રિમ કોર્ટે આ દરમ્યાન આરે કોલોની સંવેદનશીલ ક્ષેત્ર પર નિણર્ય કરશે. આ મામલે સુનવણી આગામી ૨૧ ઓક્ટોબર રોજ હાથ ધરાશે.

મુંબઈમા આરે કોલોનીમાં વૃક્ષ કાપવાના મુદ્દાએ આંદોલન શરુ થયુ છે. જેમા શુક્રવારે મુંબઈ હાઈકોર્ટ દ્વારા આરે કોલોનીને જંગલ જાહેર કરવાની તમામ અરજીઓને રદબાતલ જાહેર કર્યા બાદ વૃક્ષ કાપવાની શરૂઆત થઈ છે. જેમાં પર્યાવરણ જાળવણી સાથે જોડાયેલા લોકોએ આક્ષેપ લગાવ્યો કે ૨૬૦૦ વૃક્ષ કાપવાના છે, જેમાંથી ૨૦૦ વૃક્ષ શુક્રવારે કાપી દેવામા આવ્યા હતા.

સોશિયલ મીડિયા પર વૃક્ષ કાપવાનો વિડીયો વાયરલ થયા બાદ પર્યાવરણ પ્રેમી, સામાજિક કાર્યકર્તા અને લોકો ભડક્યા છે. એટલું જ નહીં વિપક્ષના નેતા અને બોલીવુડની અનેક હસ્તીઓએ પણ નારજગી વ્યક્ત કરી છે. તેમજ આ વિસ્તારમા ઘર્ષણને ટાળવા માટે કલમ ૧૪૪ પણ લાગુ કરી દેવામા આવી છે.

વાસ્તવમા આરેમા ૨૬૦૦ વૃક્ષો કાપીને મેટ્રો કાર શેડ બનાવવાનો ઉદ્દેશ છે. જેની વિરુદ્ધ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એમએમઆરસીએલનું કહેવું છે કે આ વૃક્ષ કાપવાની તેમની પાસે મંજૂરી છે. નારાજ લોકોએ કહ્યું કે એમએમઆરસીએલ ત્યારે જ વૃક્ષ કાપી શકે જયારે પરમિશનને મહાનગરપાલિકાની વેબસાઈટ પર અપલોડ કરવામા ૧૫ દિવસનો સમય વીતી જાય

Share: