જીતુ વાઘાણીએ શંકર ચૌધરીનું પત્તુ કાપી અલ્પેશ ઠાકોરને કેમ સાથ આપ્યો, જાણો.. આ છે કારણ.

October 07, 2019
 998
જીતુ વાઘાણીએ શંકર ચૌધરીનું પત્તુ કાપી અલ્પેશ ઠાકોરને કેમ સાથ આપ્યો, જાણો.. આ છે કારણ.

કોંગ્રેસ કરતાં ય ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ છે. એકબીજા નેતાને પાડી દેવા જાણે હોડી જામી છે. ઉતર ગુજરાતમાં ચૌધરી નેતા તરીકે શંકર ચૌધરીનો દબદબો છે. પણ ભાજપના પ્રદેશના નેતાઓના જુથવાદે જ શંકર ચૌધરીને પેટાચૂંટણીમાં ટીકીટ ન મળવા દીધી પરિણામે ચૌધરી મતદારો રોષે ભરાયાં છે. ભાજપમાં જૂથવાદ એટલો વકર્યો છે કે, જીતુ વાઘાણીને મંત્રી બનવું છે. એટ્લે જો શંકર ચૌધરીને ટીકીટ મળે અને ધારાસભ્ય બને તો મંત્રીપદના દાવેદાર થાય તેમ હતા.

આ ઉપરાંત શંકર ચૌધરી ધારાસભ્ય બને તો આરોગ્યમંત્રી બની શકે જે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પોષાય તેમ નથી. નીતિન પટેલને આરોગ્ય વિભાગ પર કબ્જો જમાવી રાખવો છે. આ બધાય કારણોસર વાઘાણી અને નીતિન પટેલ જ શંકર ચૌધરીને ટીકીટ મળવા દીધી નથી. ભાજપના નેતાઓ જ ઈચ્છે છે કે, જો અલ્પેશ ઠાકોરને મંત્રી બનાવી દેવાય તો શંકર ચૌધરીની રાજકીય કારકિર્દી આપોઆપ રોળાઈ જાય તેમ છે. આન, શંકર ચૌધરીનો રાજકીય રસ્તો ભાજપના નેતાઓએ રોકીને પક્ષ બદલું અલ્પેશ ઠાકોરને સાથ આપ્યો છે.

Share: