ભાજપના આ સાંસદને મતદારોએ ખખડાવ્યાં, કહ્યું,૧૫ વર્ષ થયા ભાજપે અમારા માટે શું કર્યું ?

October 07, 2019
 957
ભાજપના આ સાંસદને મતદારોએ ખખડાવ્યાં, કહ્યું,૧૫ વર્ષ થયા ભાજપે અમારા માટે શું કર્યું ?

અનેક પ્રશ્નો-સમસ્યાથી પીડિત જનતા હવે ભાજપ સરકારથી ત્રાસી ગઈ છે. પેટાચૂંટણીમાં ભાજપને એટલી સરળતાથી જીત મળવાની નથી. ભાજપના નેતાઓને હવે મતદારો પ્રજારોષનો ભોગ બનવાનો વારો આવ્યો છે. થરાદ બેઠક પર ભાજપનો પ્રચાર કરવા ગયેલા બનાસકાંઠાના સાંસદ પરબત પટેલને મતદારોના રોષનું ભોગ બનવું પડ્યું હતું. થરાદના ગ્રામ્ય વિસ્તારમાં એક સભા વખતે એક ગ્રામજને ભાજપના સાંસદ પરબત પટેલનો રીતસરનો ઉઘડો લીધો હતો. તેણે સાંસદને રોકડું પરખાવ્યું કે, તમે અમારા માટે શું કર્યું. ભાજપ સરકારે ૧૫ વર્ષમાં શું કર્યું તે બતાવો.મતદારોના રોષ સામે ભાજપના સાંસદ મૌન બનીને બેસી રહ્યા હતા.

બનાસકાંઠાના થરાદના ગામડામાં પ્રચાર અર્થે ગયેલા સાંસદ પરબત પટેલનો ઉધડો લેવાયાનો વીડિયો વાયરલ થયો છે. થરાદમાં ભાજપના ઉમેદવાર માટે ઉકળતો ચરુ જેવી સ્થિતિ છે. ત્યારે તેમના માટે પ્રચાર અર્થે પરબત પટેલને આકરો સવાલ કરતા વીડિયો વાયરલ બન્યો છે. ૧૫ વર્ષ સુધી તમારા માટે શું કર્યું તેવો મતદારોએ પ્રશ્નો કર્યો છે.

Share: