વોટ્સએપ લાવ્યું નવું અપડેટ્સ, આ રીતે થઈ જશે મેસેજ ડિલિટ

October 13, 2019
 1256
વોટ્સએપ લાવ્યું નવું અપડેટ્સ, આ રીતે થઈ જશે મેસેજ ડિલિટ

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપમાં ટૂંક સમયમાં તમને એક અપડેટ મળી શકે છે, જેમાં વપરાશકર્તા દ્વારા મોકલેલા સંદેશાઓ એક નિશ્ચિત સમયમર્યાદા પછી આપમેળે ડિલીટ થઇ જશે. આ અપડેટ પર હજી કામ કરવામાં આવી રહ્યું છે. વોટ્સએપનું આ અપડેટ બીટા વર્ઝનનો એક ભાગ તો છે પરંતુ તે હજી ઉપયોગ માટે ઉપલબ્ધ નથી.

મળતી માહિતી મુજબ શરૂઆતમાં આ સુવિધા ફક્ત ગ્રુપ ચેટ માટે ઉપલબ્ધ રહેશે. આના માટે, તમારે ગ્રુપ માહિતી (ઇન્ફો)પર જઈને ડિસઅપીયરિંગ (અદૃશ્ય) થઈ રહેલા સંદેશને ઇનેબલ કરવું પડશે. તમને જણાવી દઈએ કે ગયા મહિને વોટ્સએપે એક ફીચર અપડેટ કર્યું હતું, જેની મદદથી વોટ્સએપ વપરાશકારો પોતાનું સ્ટેટસ સીધું ફેસબુક પર શેર કરી શકે છે.

Share: