‘બીગ બોસ ૧૩’ પર લાગ્યો લવ જિહાદનો આરોપ, લોકોએ શો બંધ કરવાની કરી માંગણી

October 07, 2019
 252
‘બીગ બોસ ૧૩’ પર લાગ્યો લવ જિહાદનો આરોપ, લોકોએ શો બંધ કરવાની કરી માંગણી

કલર્સ ટીવીનો બીગ બોસ શો આ દિવસોમાં મોટા વિવાદથી ઘેરાયેલો છે. તેનું કારણ બીગ બોસનું શોનું આ નવું ફ્રોમેટ છે. આ ફ્રોમેટમાં અજાણ્યા છોકરાઓ અને છોકરીઓની સાથે સુવા માટે કહેવામાં આવે છે. આરોપ છે કે, આ ફ્રોમેટના બહાને લવ જેહાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

બીગ બોસ ૧૩ આ વિવાદોના કારણે ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. લોકો તેનો ખુબ વિરોધ કરી રહ્યા છે. વાસ્તવમાં આ શોમાં હોસ્ટ સલમાન ખાનના ઘરમાં રહેવાની એક નવી રીત સામે રાખવામાં આવી છે. પ્રતિભાગીઓને ઘરમાં એન્ટ્રી કર્યા પહેલા આ વાતને પસંદ કરવી પડી છે કે, તેમનો બીએફએફ એટલે (બેડ ફ્રેન્ડ ફોરએવર) કોણ હશે.?

આ કોન્સેપ્ટ હેઠળ એક બેડ પર બે લોકોની સાથે સુવાનું છે. તેમાં છોકરા અને છોકરીઓ સાથમાં બેડ શેર કરી રહ્યા છે. સૌથી મોટો વિવાદ એક હિંદુ યુવતીને મુસ્લિમ યુવક સાથે બેડ શેર કરવાને લઈને છે. લોકો તેને લવ જિહાદ બતાવી રહ્યા છે. લોકો આ વાતનો વિરોધ કરી રહ્યા છે. હવે રાજકારણીઓ પણ આ વિરોધમાં કૂદી પડ્યા છે.

બીજેપીના નેતા સત્યદેવ પચૌરીએ આ બીગ બોસ નહીં પરંતુ અય્યાશીનો અડ્ડો જણાવી દીધો છે. તેમને આ શોને બંધ કરવાની માંગણી કરી છે. થોડા સંગઠનોએ આ સંદર્ભમાં સુચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને પણ પત્ર લખ્યો છે.

Share: