એમેઝોન કરી ગ્રેડ ઇન્ડીયન ફેસ્ટિવલ સેલની જાહેરાત, આ પ્રોડક્ટ્સ પર મળશે ભારે છૂટ

September 28, 2020
 317
એમેઝોન કરી ગ્રેડ ઇન્ડીયન ફેસ્ટિવલ સેલની જાહેરાત, આ પ્રોડક્ટ્સ પર મળશે ભારે છૂટ

ઈ-કોમર્સ વેબસાઈટ એમઝોન દિવાળી પહેલા દર વર્ષે સેલનું આયોજન કરે છે જેમાં સ્માર્ટફોનથી તમામ પ્રકારના ઉત્પાદનો પર ભારે છૂટ આપવામાં અવે છે. એમેઝોને આ વર્ષે પણ ગ્રેડ ઇન્ડીયન ફેસ્ટીવલ સેલની પણ જાહેરાત કરી છે. આ સેલમાં ભારે છૂટ સાથે ઓફર્સ ગ્રાહકોને મળશે. તેમ છતાં, આ સેલ કઈ તારીખે શરુ થશે તેની જાણકારી કંપનીએ હજુ આપી નથી.

શું મળશે પ્રાઈમ મેમ્બર્સને ખાસ

એમેઝોન પ્રાઈમ મેમ્બર્સ માટે ગ્રેટ ઇન્ડીયન ફેસ્ટીવલ સેલ સામાન્ય યુઝર્સની સરખામણીમાં એક દિવસ પહેલા શરુ થશે. સેલમાં સ્માર્ટફોન સહિત ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ એન્ડ એસેસરીઝની ખરીદી પર ૭૦ ટકા સુધીની છૂટ મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

નો-કોસ્ટ ઈએમઆઈ વિકલ્પ એ એક્સચેન્જ ઓફર

એમેઝોન ગ્રેટ ઇન્ડીયન ફેસ્ટીવલ સેલમાં મોટા ભાગે સ્માર્ટફોન્સને નો-કોસ્ટ ઈએમઆઈની ઓપ્શન સાથે ખરીદવાની તક મળશે. તેના સિવાય એમેઝોન તરફથી ફોનની ખરીદી પર એક્સચેન્જ ઓફર કરવામાં આવી રહી છે. તેનો અર્થ કે, જુનો સ્માર્ટફોન બદલી શકશે અને થોડા રૂપિયાના ડિસ્કાઉન્ટમાં નવો ફોન ખરીદી શકશે.

ફ્લિપકાર્ટ પર પણ શરુ થશે બીગ બિલીયન ડેઝ સેલ શરુ થશે

એમેઝોનની જેમ ફ્લિપકાર પર પણ બીગ બિલીયન ડેઝ સેલ શરુ થવા જઈ રહ્યો છે. તેમાં યુઝર્સને પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે. ફ્લિપકાર્ટ સેલમાં એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી જેવી બેંકો દ્વારા નો-કોસ્ટ ઈએમઆઈની સુવિધા આપવામાં આવશે.

Share: