હરમનપ્રીત કૌરની ૧૦૦ મી ટી-૨૦ મેચ પર જેમિમા રોડ્રિગ્સ અને હર્લીન દેયોલે બનાવ્યું રેપ

October 07, 2019
 233
હરમનપ્રીત કૌરની ૧૦૦ મી ટી-૨૦ મેચ પર જેમિમા રોડ્રિગ્સ અને હર્લીન દેયોલે બનાવ્યું રેપ

ભારતની મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી જેમિમા રોડ્રિગ્સ અને હર્લીન દેયોલે પોતાની ટીમની સાથી હરમનપ્રીત કૌરની ૧૦૦ ટી-૨૦ મેચ પૂર્ણ કરવા પર તેમના માટે ખાસ રેપ સોંગ બનાવ્યું છે. જેમિમા રોડ્રિગ્સે રવિવારે પોતાના ટ્વીટર પર એક વિડીયો પોસ્ટ કર્યો જેમાં તેમની સાથે હર્લીન પણ છે. આ વિડીયોમાં આ બંને પોતાની ટીમની ટી-૨૦ કેપ્ટન માટે રેપ સોંગ ગાઈ રહી છે.

જેમિમા રોડ્રિગ્સે ટ્વીટ કરી છે કે, “૧૦૦ મી ટી-૨૦ મેચ માટે શુભકામનાઓ હરમનપ્રીત કૌર. તમારા માટે બીગ હૈરી તરફથી વિશેષ ભેટ.”

ભારતીય મહિલા ટી-૨૦ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે આ વિડીયોને લાઈક કર્યો અને પોતાની ટીમની સાથીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. હરમન પ્રીત કૌરે જણાવ્યું હતું કે, “ધન્યવાદ નાની બહેનો. તમે મારા માટે આ બધું કર્યું આ મારા સમ્માનની વાત છે.”

છેલ્લા શુક્રવારે હરમનપ્રીત કૌર ટી-૨૦ માં ૧૦૦ મેચ રમનારી ભારતની પ્રથમ ખેલાડી (પુરુષ અને મહિલા) બની હતી. સાઉથ આફ્રિકા સામે સુરતમાં રમાયેલી છઠ્ઠી અને અંતિમ ટી-૨૦ મેચમાં ૩૦ વર્ષની હરમનપ્રીત કૌરને સ્પેશલ કેપ આપી સમ્માનિત કરવામાં આવી હતી.

Share: