વીઆઈએની મોટી જાહેરાત, હવે બધા ૩જી યુઝર્સ ૪જીમાં થશે અપગ્રેડ

September 30, 2020
 538
વીઆઈએની મોટી જાહેરાત, હવે બધા ૩જી યુઝર્સ ૪જીમાં થશે અપગ્રેડ

ટેલીકોમ ઇન્ડસ્ટ્રીમાં આ સમયે બધી કંપનીઓ તેમના યુઝર્સને વધુ સારી અને શ્રેષ્ઠ સેવા પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં વોડાફોન આઈડિયા પણ પાછળ નથી. વીઆઈએ પોતાના યુઝર્સને વધુ સારી કનેક્ટિવિટી આપવા માટે મોટી જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે, હવે બધા ૩જી સિમને ૪જીમાં અપગ્રેડ કરવામાં આવશે, પરંતુ જે લોકો ૨જીનો ઉપયોગ કરી રહ્યા છે તેઓ પહેલાની જેમ સેવાઓ મળશે. તમને જણાવી દઈએ કે, રિલાયન્સ જિયો અને એરટેલ પહેલાથી જ તેમના ૩જી યુઝર્સને ૪જીમાં અપગ્રેડ કરી ચુકી છે.

કંપનીનું નિવેદન

કંપનીનું કહેવું છે કે, વોડાફોન અને આઈડિયા બંને નેટવર્કને જોડીને ૪જીની ક્ષમતામાં સુધારો કરવાનું કામ કરવામાં આવ્યું છે. વીઆઈએ આ મોટી જાહેરાત સિવાય એ પણ જણાવ્યું છે કે, વીઆઇએલ હવે તેના 3 જી વપરાશકર્તાઓને વીઆઇઆઇજીનેટ નેટવર્ક પર ઝડપી ૪જી ડેટા ગતિ પ્રદાન કરી શકશે. આ પ્રક્રિયા બહુવિધ તબક્કામાં લાગુ કરવામાં આવશે.

Share: