દેશનું પ્રથમ  રાવણ મંદિર જ્યાં કરાય છે દરરોજ રાવણની પૂજા અર્ચના  

October 07, 2019
 745
દેશનું પ્રથમ  રાવણ મંદિર જ્યાં કરાય છે દરરોજ રાવણની પૂજા અર્ચના  

દેશનું પ્રથમ રાવણ મંદિર જ્યાં કરાય છે દરરોજ રાવણની પૂજા અર્ચના

India First Dasanand Ravan Temple Where Everyday Perform A Pooja


દેશના સામાન્ય લોકોના જનમાનસમા રાવણ ભલે આસુરી શક્તિના પ્રતિક તરીકે પ્રતિપ્રાદિત છે.દશેરાના દિવસેરાવણનું પુતળું સળગાવીને આપણે ઉત્સવ મનાવીએ છીએ. પરંતુ ભારતના મધ્ય પ્રદેશના પરમદેશીપુરામા લોકો વર્ષોથી રાવણની પૂજા કરે છે.એટલું ઓછુ હોય તેમ તેમણે દેશનું એક માત્ર રાવણ મંદીર પણ તૈયાર કરી દીધું છે.જેમાં તેમણે રાવણની ૧૦ ફૂટ ઉંચી પ્રતિમાની સ્થાપના કરવાની તૈયારી પણ પૂર્ણ કરી લીધી છે.જય લંકેશ મિત્ર મંડલના અધ્યક્ષ મહેશ ગોહરે જણાવ્યું હતું કે આ મંદિરના નિર્માણનું કામ શરુ કરવામાં આવ્યું હતું.જે હાલ પૂર્ણ થવાના આરે છે.અમે રોજ પૂજા અર્ચના કરી શકીએ તે માટે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.અમે રાવણ મંદિર બનવા માટે સરકારી અને ખાનગી સંસ્થાઓ પાસે જમીન માંગી હતી.પરતું કોઈએ રસ દાખવ્યો નહિ જેના લીધે ના છુટકે અમે અમારી પોતાની વારસાઈ જમીન પર આ મંદિરનું નિર્માણ કર્યું છે. રાવણ ભક્તોના સંગઠને શરુ કરેલી દશાનન પૂજાનો રીવાજ ચાર દાયકાથી અહિયાં ચાલે છે.જે હિંદુઓની વિધિ એકદમ અલગ છે.આ પૂજા પાછળ સંગઠનનું પોતાનો એક વિચાર છે.ગોહરે કહ્યું કે રાવણ ભગવાન શિવનો ભક્ત હતો.તેમજ પ્રકાંડ વિધવાન હતા.તેહી અમે છેલ્લા ૪૦ વર્ષથી વિજયા દશમીના રોજ તેમની પુજા કરીએ છીએ.તેમજ અમે લોકોને અપીલ કરી રહ્યા છે દશહરાના દિવસેરાવણના પુતળા પ્રગટાવવાનું બંધ કરે.તેમજ જો દશહરાના દિવસે રાવણના પુતળા દહન બંધ કરાય તો તેનો ફાયદો પર્યાવરણને જ થશે

Share: