મોદી સરકારની મોટી ચાલ, સંસદની મંજુરી વિના બીપીસીએલના ખાનગી કરણની તૈયારી

October 29, 2019
 1925
મોદી સરકારની  મોટી ચાલ, સંસદની મંજુરી વિના બીપીસીએલના ખાનગી કરણની તૈયારી

મોદી સરકાર હવે સરકારી ઓઈલ માર્કેટીગ કંપની ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડને ચુપચાપ ખાનગી કંપનીને વેચી દેવાની કવાયત કરી રહી છે. જેમાં સરકાર ચુપચાપ બીપીસીએલનું રાષ્ટ્રીય કરણ કરનારા કાયદાને ૨૦૧૬મા રદ કરી દીધો છે.તેવા સમયે બીપીસીએલને કોઈપણ ખાનગી કે વિદેશી કંપનીના હાથમાં વેચવા માટે સરકારને સંસદની મંજુરીની જરૂર નહીં પડે. જો કે પહેલા કહેવામા આવતું હતું કે બીપીસીએલના ખાનગીકરણ માટે સંસદની મંજુરી લેવી પડશે.

ઉલ્લેખનીય છે કે સરકારે નિરસન અને સંશોધન કાનુન ૨૦૧૬ અંતર્ગત ૧૮૭ બેકાર એન જુના કાયદા સમાપ્ત કર્યા હતા. આ કાયદામાં ૧૯૭૬ કાયદા પણ સામેલ હતો કે જેમા બરમાહ શેલ જે આજની બીપીસીએલનું રાષ્ટ્રીયકરણ કરવામા આવ્યું હતું.

મીડિયા રીપોર્ટસના અનુસાર એક સીનીયર અધિકારીના હવાલાથી જણાવાયું છે કે આ કાયદો સમાપ્ત થયા બાદ હવે બીપીસીએલનો હિસ્સો વેચવા માટે હવે સંસદની જરૂર નહીં હોય. ચર્ચા એવી છે કે સરકાર ઇંધનના કારોબારમાં મલ્ટી નેશનલ કંપનીઓને લાવવા માંગે છે જેના લીધે પ્રતિસ્પર્ધા વધી શકે છે. જેના પગલે સરકાર બીપીસીએએલમા પોતાની ૫૩.૩ ટકા ભાગીદારી રણનીતિક ભાગીદારને વેચવાની તૈયારીમા છે.

બીપીસીએલના ખાનગીકરણથી દેશના ઇંધણ બજારમા ભારે ઉથલપાથલ આવી શકે છે. આ ક્ષેત્રોમા સાર્વજનિક ક્ષેત્રોની કંપનીઓ એટલે કે સરકારી કંપનીઓનો દબદબો છે. બીપીસીએલના ખાનગીકરણથી સરકારને ૧.૦૫ લાખ કરોડ રૂપિયાના રોકાણના લક્ષ્યમાંથી ઓછામાં ઓછા ૧/૩ હિસ્સો પ્રાપ્ત કરવામાં મદદ મળશે

Share: