કાશ્મીર મા ગ્રેનેડ થી હુમલો? તો સબ સલામત સબ્દ સરકાર કેમ વાપરે છે?

October 07, 2019
 971
કાશ્મીર મા ગ્રેનેડ થી હુમલો? તો સબ સલામત સબ્દ સરકાર કેમ વાપરે છે?

5 ઓગસ્ટ ના રોજ 61 દિવસ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાં થી 370 ની કલમ નાબૂદ કરવા મા આવી હતી લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ તરિકે હવે ઓળખાશે. અને જમ્મુ કાશ્મીરમાં ગવર્નર નહિ પણ એલ જી હશે. અને 5 વર્ષ નું શાસન હશે તેમજ જમ્મુ કાશ્મીર નો અલગ થી ઝંડો નાબૂદ કરવા મા આવ્યો છે. આ જાહેરાત ને 61 દિવસ બાદ પણ કાશ્મીર ઘાટી વિસ્તાર ની હાલત સામાન્ય નથી થઈ. જ્યારે કેન્દ્ર સરકાર અને ભાજપ ના નેતાઓ ફૂલ્યા નથી સમાતા તેમને જાણે દુનિયા માં સૌથી મોટું કામ કરી નાખ્યું હોય તેવી વાતો કરી રહ્યા છે.

ભાજપ ના નેતા રામ માધવ કહી રહ્યા છે કે કાશ્મીર મા અમારી સરકાર દ્વારા લોકલ નેતાઓ ને પકડી લેવામાં આવતા કાશ્મીર મા શાંતિ થઈ છે પણ ગઈ કાલે જ દક્ષિણ કાશ્મીર વિસ્તાર મા ગ્રેનેડ થી આતંકીઓ દ્વારા હુમલો કરવા મા આવ્યો છે જેમાં પત્રકાર અને પોલીસ જવાન સહિત ૧૪ વ્યક્તિઓ ઘવાયાં હતા ત્યારે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સબ સલામત ના દાવા વચ્ચે 370 ની કલમ નાબૂદ કર્યા બાદ આ બીજો હુમલો થયો છે ત્યારે મોટો સવાલ એ છે કે નરેન્દ્ર મોદી સરકાર આ મુદ્દે પણ માત્ર ભાષણ જ કરી રહી છે.

નરેન્દ્ર મોદી અને અમિત શાહ એમ સમજી રહ્યા હશે કે કાશ્મીર ઘાટી વિસ્તાર ના લોકો ને કરફ્યુ ની કેદ મા રાખીએ અને જીવન જરૂરિયાત ની વસ્તુઓ ટાઈમ સર ના મળે તેવું આયોજન કરવામાં આવે તો કાશ્મીર ઘાટી વિસ્તાર ના નાગરિકો શાંત થઈ જશે અને સિંહ મા થી બકરી બની જશે પણ નરેન્દ્ર મોદી સરકાર આ મામલે બહુ મોટી ભૂલ કરી બેઠી છે આ વાત મે 60 દિવસ પહેલા પણ કરી છે કે નરેન્દ્ર મોદીએ પોતાના 5 વર્ષ ના શાસન દરમિયાન જ જમ્મુ કાશ્મીર ના સમગ્ર નાગરિકો ને રોટી કપડાં મકાન ની જરૂરિયાત પૂરી કરાવી હોત અને પછી જ 370 ની કલમ નાબૂદ કરી હોત તો સરકાર ના આ પગલાં નો આટલો મોટો વિરોધ ના થયો હોત.

પણ શું કરીએ નરેન્દ્ર મોદી ખુદ એટલા બધા અહંકાર મા રાચી રહ્યા છે કે સમગ્ર વિશ્વમાં મારાથી ડાહ્યો અને હોંશિયાર અક્કલ મંદ કોઈ નેતા જ નથી. હજી તો કાશ્મીર ઘાટી વિસ્તાર મા જનજીવન થાળે પડ્યું નથી અને 2 વાર હુમલા થાય ત્યારે આવનાર સમયમાં આ હુમલા કેટલી સંખ્યા માં થશે?? તે આવવા વાળો સમય બતાવશે. પણ મારા મતે તો 370 ની કલમ નાબૂદ કરવા નું પગલું આ રીતે ભરીને સરકારે ભૂલ કરી છે તે ચોક્કસ છે.

- કલ્પેશ ભાટિયા

(આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: