તેજસ એક્સપ્રેસ ના નામે ભાડા ની લૂંટ બંધ કરે સરકાર

October 08, 2019
 763
તેજસ એક્સપ્રેસ ના નામે ભાડા ની લૂંટ બંધ કરે સરકાર

સરકાર એટલે શું?? એ વાત સમાજ ના અહંકારી માનુવા દી વિચાર ધારા વાળા લોકો કદાપિ નહિ સમજી શકે કે સમાજ ની તમામ જનતા અને જુદા જુદા ધર્મ ને માનતા અમીર હોય કે ગરીબ સૌ કોઈ ને એક સરખી રીતે હવા પાણી રોડ રસ્તા આરોગ્ય સેવા ટ્રાન્સપોર્ટ સેવા શિક્ષણ સેવા અને સરકાર દ્વારા વખતો વખત મળતા તમામ પ્રકાર ના લાભ મળે તે હેતુથી જ વિશ્વ મા ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ્ય પંચાયત તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત અને મ્યુનિસિપલ કોર્પોરેશન.. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ની રચના કરવામાં આવે છે.

ભારત દેશ મા આ પ્રકારે સરકાર ના શાસન દરમિયાન જનતા ની તમામ પ્રકાર ની સુખાકારી માટે સરકાર ચાલે છે તેનું મુખ્ય કામ એ છે કે સમાજ ના શ્રીમંત મધ્યમ અને ગરીબ વર્ગ પાસે ટેક્સ ના રૂપે નાણાં વસૂલવા અને તે નાણાં ને સમાજ ના તમામ વર્ગો માટે જીવન જરૂરિયાત માટે ની સેવાઓ પૂરી પાડવી. ભારત દેશ મા જ્યારે અંગ્રેજો નું શાસન હતું ત્યારે પણ રેલવે ટ્રેનો શરૂ થઈ ગઈ હતી અને આ ટ્રેનો મા વધુ ભાડું ચૂકવી ને મુસાફરી કરવા વાળા વર્ગ માટે ફર્સ્ટ ક્લાસ.

તેનાથી ઓછા ભાડા મા મુસાફરી કરવા માટે સેકંડ ક્લાસ અને આમ જનતા જે બિલકુલ નજીવા ભાવે ટ્રેન ની સફર કરી શકે તેમના માટે થર્ડ ક્લાસ નું સાધારણ ભાડું લાગતું હતું જેમાં સમયે સમયે દેશ મા ટ્રેનો ની સંખ્યા વધતી ગઈ અને તેમાં પણ હાલ મેલ એક્સપ્રેસ ટ્રેન. પેસેન્જર લોકલ ટ્રેન. મેમુ ટ્રેન ની સાથે રાજધાની કે શતાબ્દી ડબલ ડેકર ટ્રેન અને દુરંતો જેવી ટ્રેનો માત્ર અને માત્ર હાઈ ફાઇ મધ્યમ વર્ગના લોકો ને પોષાય તેવા ભાડા મા ચાલુ છે. અને તેના ભાડા મા પણ ઘણી બધી ટ્રેનો મા ૫૮/૬૦ વર્ષ થી ઉપર ની ઉમર ના લોકો માટે સિનિયર સિટીઝન ના નામે ભાડા મા ૪૦/૫૦ ટકા જેટલી રાહત મળી રહે છે.

અને તે વાત દેશ ના તમામ નાગરિકો એ વધાવી લીધી છે પણ નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યાર થી દેશમાં મળતી તમામ પ્રકાર ની તમામ રાહતો તેમને આંખ માં ખૂંચી રહી છે અને તેમને અને તેમની ભાજપ પાર્ટી તેમજ તેમના નેતાઓ કાર્યકરો સિવાય દેશ ની જનતા ને પીડિત કરવા સિવાય કશું જ કર્યું નથી જ્યાં જુઓ ત્યાં આ રાહત બંધ. આ સબસીડી છોડી દો. અને દેશ ની જનતા બસ મને અને મારી પાછલ થતાં દરરોજ કરોડો રૂપિયા ના થતા ખર્ચ ને જોતા રહો તમામ પ્રકાર ની સુખ સગવડો વિદેશ પ્રવાસ મા અરબો રૂપિયા ના ખર્ચા મારે જ જનતા ને પૈસે કરવા ના છે પણ દેશ ની જનતા ને તો આ બધું જોઈ ને રાજી થવું અને જે વિરોધ કરશે તે જેલ ભેગા સમજો. એક તરફ નરેન્દ્ર મોદી દેશના મુઠ્ઠી ભર લોકો માટે બુલેટ ટ્રેન નો પ્રોજેક્ટ લાવી રહ્યા છે અને બીજી તરફ તેજસ ટ્રેન ના નામે દોઢા ભાવે ભાડા વધારીને દેશના શ્રીમંત લોકો ને સગવડ આપીને વાહ વાહ લૂંટી રહ્યા છે.

આ એક તરફ ના ઇન્સાફી કહેવાય કારણ કે દેશ ની લાખો જનતા ટ્રેનો ના ૧૦૦ પ્રવાસીની કેપેસિટી જનરલ ડબા મા ૩૦૦ થી વધુ ગરીબ લોકો ઘેટાં બકરાં ની જેમ પ્રવાસ કરી રહ્યા છે ત્યારે ગરીબો ની સરકાર ના નામે ડંફાસ મારનાર નરેન્દ્ર મોદી સરકાર ના શાસન દરમિયાન રેલવે ની દૂર અંતર ની એક પણ ટ્રેનો મા જનરલ ડબા ની સંખ્યા વધારવામાં આવી નથી. શું આ ગરીબો માટે કામ કરતી સરકાર છે?? કેન્દ્ર સરકાર દ્વારા આજે દેશના 60 જેટલા ફાસ્ટ રૂટ ઉપર ૧૨ થી ૧૭ માત્ર જનરલ સેકન્ડ ક્લાસ સાથે થી દરરોજ ૨/૩ ટ્રેનો આપવાની જરૂર છે ભલે આ ટ્રેનો નું ભાડું દોઢું હોય તો ચાલશે કારણ કે ગરીબ પરિવાર ના સભ્યો કે જેમાં મહિલાઓ નાના બાળકો સિનિયર સિટીઝન લોકો આરામ થી પોતાની મુસાફરી તો કરી શકે અને સરકાર ભલે આ ટ્રેનો ને ppp ધોરણે ચલાવે પણ દેશ ની જનતા ને સગવડ તો મળે.

Share: