કેન્દ્ તેમજ રાજ્ય સરકારો કેમ પર્યાવરણ કે સફાઈ અંગે ચિંતિત નથી?

October 07, 2019
 379
કેન્દ્ તેમજ રાજ્ય સરકારો કેમ પર્યાવરણ કે સફાઈ અંગે ચિંતિત નથી?

દેશમાં જ્યાં ત્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા વાળા લાખો રૂપિયા ના ખર્ચ કરીને પર્યાવરણ બચાઓ. સ્વચ્છતા રાખો. બેટી પઢાઓ બેટી બચાવો ના મોટા મોટા બોર્ડ જોવા મળશે જેમાં નરેન્દ્ર મોદી નો હસતો રહેતો ચહેરો જોવા મળશે. પણ આ ત્રણે બાબતે માત્ર અને માત્ર એક પ્રકારની જાહેરાત શિવાય કશું જ નથી. કારણ કે જ્યાં જુઓ ત્યાં રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય તેમની નજાર એવી સરકારી ગેર સરકારી જમીનો પર હોય છે કે તે જગ્યા નો કબ્જો મેળવી ને ત્યાં વિકાસ ના નામે પોતાની મળતિયા ઓ ની કંપની ના મેળા પીપના મા સાત પેઢી સુધી ખૂટે નહીં તેટલું ભેગુ કરી લેવું તેમાં જગત માં સૌથી આદર્શ સ્થાન એવું ગાંધી આશ્રમ ને પણ નરેન્દ્ર મોદી સરકાર છોડવાની ફિરાક માં નથી.

આજની તારીખે દેશ ના નાગરિકો સરકાર ની પરવાનગી વિના ઝાડ કાપી નાખે તો તેને ૧૦/૨૦ વરસ સુધી ની જેલ ની સજા થઈ શકે છે પણ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા એક સાથે ૨૭૦૦ સત્યાવીસ સો ઝાડ કાપવાનો નિર્ણય મુંબઈ ની સરકારે એક ઝાટકા મા લઇ લીધો છે અને તેમાંથી કુલ ૨૪૦૦ ચોવીસ સો જેટલા ઝાડ કાપી નાખવામાં આવ્યા છે અને ખોટી રીતે કાપી નાખવામાં આવેલા ઝાડો નો વીરોધ કરવા વાળા નાગરિકો ને સરકારી કામમાં વીરોધ કરવા બદલ કુલ ૨૯ ઓગણત્રીસ નાગરિકો ને ૧૪ ચૌદ દિવસ ની પોલીસ કસ્ટડી જેલ ભેગા થવું પડ્યું છે.

પર્યાવરણ બચાવવાની વાત કરવા વાળી સરકાર ની બેવડી નીતિ છે હકીકત મા નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જે સૂચન નાગરિકો ને કરવા માટે ફરજ પાડવામાં આવે છે તેનાથી વિરુદ્ધ કામ ભાજપ ના નેતાઓ અને સરકાર દ્વારા કરવામાં આવે છે અને તેમાં કોઈ નાગરિક સરકાર પર આંગળી કરે તો તાત્કાલિક તેને જેલ ભેગા કરવામાં આવે છે. જેમ કે બેટી બચાઓ બેટી પઢાઓ ના સ્લોગણ ની સામે એક વર્ષ સુધી યુવતી નું શોષણ કરનાર ને જેલ માં મોકલી ને આ લંપટ વ્યક્તિ હોસ્પિટલ ખાતે આરામ કરી રહ્યો છે.

મુંબઈ ખાતે મેટ્રો રેલ માટે જરૂર હોવાથી ૨૭૦૦ સત્યવિસ્સો ઝાડ કાપવા આવશે તે સરકારે જાહેર કર્યું છે અને આ ઝાડ કાપવાની વાત નો દેખાવ પૂરતો વિરોધ કરીને શિવસેના ના આદિત્ય ઠાકરે એ વળતું નાટક કરીને કહ્યું છે કે ઝાડ કાપનાર ને સરહદ પર આતંકીઓ ને મારવા મોકલો. મેટ્રો ટ્રેન ને રાત્રે ઊભી રાખવા કે કામ કાજ કરવા માટે ઝાડ કાપવામાં આવ્યા છે પણ સરકાર ઇરિછત તો એક બે કિલો મીટર આગળ પાછળ પણ મેટ્રો કાર શેડ સરકાર બનાવી શકત. સરકાર બેવડી નીતિ નો ઉપયોગ કરી ને ફાયદા માટે ખોટા કામો કરી રહી છે અને તેનો વિરોધ પ્રદર્શન કરનાર ને ખોટી રીતે જેલ ભેગા કરી રહી છે.

- કલ્પેશ ભાટિયા

(આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: