દશેરા નિમિત્તે બનાવો ચોળાફળી

October 08, 2019
 976
દશેરા નિમિત્તે બનાવો ચોળાફળી

સામગ્રી :

ચણાનો લોટ ૨ વાડકી

મગનો લોટ ૧ વાડકી

અડદનો લોટ ૧ વાડકી

સાજીના ફૂલ, મીઠું, તેલ

મરચું અને સંચળ

બનાવવાની રીત : ઉપર આપેલા ત્રણેય લોટ લઈને તેમાં મીઠું તેમજ સાજીના ફૂલ નાખી કઠણ લોટ બાંધવો. તેને તેલ વાળા હાથ કરી બરાબર મસળવો. હવે તેના લુઆ બનાવી તેને મેંદાના અટામણ માં રગદોળી ને ભાખરી જેટલી સાઈઝ ના વણવા. વણ્યા બાદ તેને સહેજ સુકાવા દઈ તેના વચ્ચેના ભાગમાં કાપા પાડવા. હવે તેલ મૂકીને ચોળાફળીને તળી લેવી. આ રીતે તૈયાર થયેલી ચોળાફળી પર મરચું અને સંચળ ભભરાવી ઉપયોગમાં લેવી.

Share: