૨૦૦૮ મા ભારત દેશ ની મંદી કરતા પણ આજે હાલત ખરાબ છે અને હજી થશે

October 08, 2019
 347
૨૦૦૮ મા ભારત દેશ ની મંદી કરતા પણ આજે હાલત ખરાબ છે અને હજી થશે

૨૦૦૬ થી ૨૦૦૯ સુધી સમગ્ર વિશ્વ મા મંદી નો દોર શરૂ થયો હતો અમેરિકા દેશ મા કેટલીય મોટી મોટી ફાયનાન્સ કંપની દેવદાર થઈ ગઈ હતી અમેરિકા પણ આર્થિક રીતે સદ્ધર માંથી પાયમાલ થઇ જાત પણ તે સમયે પ્રમુખ બરાક ઓબામાએ ભારતીય વડા પ્રધાન મનમોહન સિંહ ની સલાહ લીધી હતી કારણ કે સમગ્ર વિશ્વમાં ભારત દેશ મા જીડીપી ગ્રોથ જળવાઈ રહ્યો હતો તે જોઈ ને ઓબામા એ અર્થ શાસ્ત્રી ડોકટર મનમોહન સિંહની સલાહ લેવામાં કોઈ પણ પ્રકારની શરમ ના રાખી જેના કારણે અમેરિકા પણ જલદીથી બેઠું થયું હતું અને ૨૦૦૮ ની ભયંકર મંદી પછી પણ ભારત ના મતદારો એ ફરીવાર યુપીએ ની સરકાર જ સત્તા હાંસલ કરે તેવો મેંડેટ આપ્યો હતો અને ત્યાર પછી ના 2014 સુધી મનમોહન સિંહની સરકાર દ્વારા હરણ ફાળ પ્રગતિ કરી ને દેશ ત્રીજી આર્થિક મહા સત્તા તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે ૨૦૧૪ મા લોકસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો અને નરેન્દ્ર મોદીએ સત્તા ના સૂત્રો હાંસલ કરી ને આજે ૨૦૧૯ ના સપ્ટેમ્બર મહિનામાં અંત સુધી મા કંગાળ કરી નાખ્યો છે અને 28 અઠ્યાવિસ લાખ કરોડ રૂપિયા નું વધારાનું દેવું નરેન્દ્ર મોદીએ દેશ પર વધારી દીધું છે. દેશના તમામ સેક ટ રો મંદી ની દિશા માં ચાલી રહ્યા છે અને નરેન્દ્ર મોદી સરકાર તેમના જુઠ્ઠાણાં ચલાવી ને દેશના નાગરિકો ના દિમાગ વોશ કરી રહી છે.

બેકારી અને ભૂખમરો વધી રહ્યો છે અને ત્રીજો ભય કાશ્મીર ઘાટી વિસ્તાર માં સરકાર દ્વારા નાગરિકો પર થતું દમન આ ત્રણ મુખ્ય કારણ થી આવનાર સમયમાં દેશ ના નાગરિકો ને પોતાની સલામતી નહિ લગે કારણ કે સરકાર દ્વારા પણ પોલીસ વિભાગ મા નવી ભરતી કરવામાં નહી આવે અને બીજી તરફ ભૂખ સરકારી દમન અને બેકારી થી પીડિત લોકો અસામાજિક તત્ત્વો તરીકે ખુલ્લે આમ ખોટા કામો કરવા પ્રેરાશે અને દેશમાં નાગરિકો ને આમ જીવન જીવવું મુશ્કેલ પડશે આ વાત નો વિચાર નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કરવામાં નથી આવ્યો તે ચિંતાજનક બાબત છે.

આજે જે નાગરિકો ના પૈસા બેન્કો મા છે તે પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કારણ કે દેશ ની કેટલીય બેન્કો કાચી પડી રહી છે એર લાઇન્સ કંપનીઓ પણ બંધ થઈ રહી છે lic પણ નુકસાન કરી રહી છે.ongc ભેલ બીપીસીએલ પણ કંગાળ થઈ ગઈ છે દેશમાં રહેતા ૧૫/૨૦ કરોડ રૂપિયાની મિલકત ધરાવતા નાગરિકો હંમેશ ને માટે દેશ છોડી જઈ રહ્યા છે આવનાર સમયમાં તેમને તેમના બાળકો માટે દેશ સલામત નથી લાગી રહ્યો. ત્યારે ભાજપ આરએસએસ ના નેતાઓ ને દેશ ની સહેજ પણ ફિકર ચિંતા રહી નથી.

Share: