એનઆરસી મુદ્દે ચિદમ્બરમના સવાલ પર મોદી સરકાર મૌન, નાગરિકો અને બાંગ્લાદેશને મુર્ખ બનાવી રહી છે સરકાર

October 28, 2019
 2001
એનઆરસી  મુદ્દે  ચિદમ્બરમના સવાલ પર મોદી સરકાર મૌન,  નાગરિકો અને બાંગ્લાદેશને મુર્ખ બનાવી રહી છે સરકાર

દેશના ગૃહમંત્રી અમિત શાહ મોટાભાગની સભાઓમા એનઆરસીના મુદ્દાનો ઉલ્લેખ કરે છે. અત્યાર સુધી કહી ચુકયા છે કે સમગ્ર દેશમા એનઆરસી લાગુ કરવામા આવશે અને બાંગ્લાદેશીઓ બહાર કાઢવામા આવશે. સરકાર બાંગ્લાદેશી નાગરિકોને એનઆરસીના માધ્યમથી દેશની બહાર કરવાની વાત કરે છે પરંતુ કેવી રીતે તે જણાવતા નથી. આ મુદ્દા પર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે મોદી સરકારને ઘેરી છે.

જેમા કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમે એનઆરસી મુદ્દા પર કેન્દ્રની મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે એનઆરસી એક કાનૂની પ્રકિયા છે તો અસમ એનઆરસી અંતર્ગત ગેર નાગરિક જાહેર ૧૯ લાખ લોકો સાથે કાનૂની પ્રકિયા કેવી રીતે લાગુ કરશો.

ચીદમ્બરમે કહ્યું કે જો મોદી સરકારે બાંગ્લાદેશને આશ્વાસન આપ્યું જે એનઆરસી પ્રકિયાથી તે પ્રભાવિત નહીં થાય તો સરકાર ૧૯ લાખ લોકોનું શું કરશે. તેમણે પૂછ્યું કે શું આ ૧૯ લાખ લોકો અનિશ્ચિચતતા, ચિંતા અને નાગરિક તથા માનવઅધિકારો વિના રહેશે. ચિદમ્બરમે કહ્યું કે જો આપણે મહાત્મા ગાંધીના માનવતાવાદનો ઉત્સવ મનાવી રહ્યા હોય તો આ સવાલો પણ જવાબ પણ તમારે આપવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે અસમમા એનઆરસીનું ફાઈનલ લીસ્ટ જાહેર થયું છે. જેમાં ૧૯ લાખ લોકો નાગરિક નહીં હોવાનું સામે આવ્યું છે. આ લોકોનું શું થશે તે હજુ સ્પષ્ટ નથી. આ વિવાદ વચ્ચે મોદી સરકારે સમગ્ર દેશમા એનઆરસી લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે.

જયારે યોગી સરકારે તો એનઆરસીથી પણ આગળ વધીને લખનઉની ગોમતી નદીના કાંઠે ઝુપડા રહેતા લોકોના દસ્તાવેજ પણ ચેક કરવાની શરૂઆત કરી છે. યુપીના ડીજીપીએ કહ્યું આ રીતે ગેરકાયદે બાંગ્લાદેશીઓની ઓળખ કરવામા આવી રહી છે.

Share: