પોલીસે રાહુલ ગાંધીને ધક્કો મારી પછાડી દીધા, કાર્યકરો સાથે કરવામાં આવી ધક્કામુક્કી

October 01, 2020
 15671
પોલીસે રાહુલ ગાંધીને ધક્કો મારી પછાડી દીધા, કાર્યકરો સાથે કરવામાં આવી ધક્કામુક્કી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો કાફલો પીડિતાના પરિવારને મળવા માટે હાથરસ જઈ રહ્યો હતો, આ દરમ્યાન પોલીસે ગ્રેટર નોઈડા ઝીરો પોઇન્ટ પર તેમને રોકી દેવામાં આવ્યા હતા. પોલીસે આ દરમિયાન રાહુલ ગાંધીનો કોલર પણ ઝાલી લીધો હતો ત્યાર બાદ પોલસી અને રાહુલ તેમજ કાર્યકરો સાથે ઝપાઝપી થઈ હતી. આ ઝપાઝપીમાં પોલીસે રાહુલ ગાંધીને ધુક્કો મારતા તેઓ જમીન ઉપર પડી ગયા હતા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે, “હમણા જ પોલીસે દબાણ કરી લાઠીચાર્જ કર્યો અને મને જમીન ઉપર ફેંકી દીધો મારે પૂછવું છે કે, શું ફક્ત મોદીજી જ આ દેશમાં ચાલી શકે? સામાન્ય વ્યક્તિ ચાલી ન શકે? અમારું વાહન બંધ કરાયું હતું તેથી અમે ચાલવાનું શરુ કર્યું હતું.”

આ અગાઉ, હાથરસ જતા પહેલા પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, યુપીમાં મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે. તેમણે કહ્યું છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહિલાઓની જવાબદારી લેવી પડશે.

Share: