સાઉથ આફ્રિકા સામે જીત સાથે આઈસીસી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતની સ્થિતિ વધુ મજબુત

October 07, 2019
 236
સાઉથ આફ્રિકા સામે જીત સાથે આઈસીસી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતની સ્થિતિ વધુ મજબુત

ભારતે વિશાખાપટ્ટનમમાં રમાયેલ પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને ૨૦૩ રનથી હરાવી દીધું હતું. તેની સાથે ભારતે ૩ મેચની સીરીઝમાં ૧-૦ ની લીડ બનાવી લીધી હતી. પરંતુ આ મોટી જીત સાથે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતની સ્થિતિ વધુ મજબુત થઈ ગઈ છે. ભારત ૧૬૦ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.

સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટમાં ભારત માટે જ્યાં રોહિત શર્મા (૧૭૬ અને ૧૨૭ રન), મયંક અગ્રવાલ (પ્રથમ ઇનિંગ ૨૧૫), ચેતેશ્વર પુજારા (બીજી ઇનિંગ ૮૧) એ શાનદાર બેટિંગ કરી, જયારે મોહમ્મદ શમી (૫ વિકેટ), રવિચંદ્રન અશ્વિન (૮ વિકેટ) અને રવીન્દ્ર જાડેજા (૬ વિકેટ) એ શાનદાર બોલિંગ કરી હતી.

આ સંપૂર્ણ સીરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ભાગ છે. ચેમ્પિયનશીપમાં આ ભારતની સતત ત્રણ મેચમાં ત્રીજી જીત છે. ભારતને આ જીતથી ૪૦ પોઈન્ટ મળી અને આ જીત સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ટોપ પર કુલ ૧૬૦ પોઈન્ટ સાથે પોતાની સ્થિતિ મજબુત કરી લીધી છે. આ અગાઉ ભારતના ૨ મેચથી ૧૨૦ પોઈન્ટ હતા, પરંતુ હવે તેમના ૧૬૦ પોઈન્ટ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, ભારતે વેસ્ટ ઇન્ડીઝને ૨ મેચની સીરીઝમાં ૨-૦ થી હરાવ્યા હતા. આ સીરીઝમાં જીત માટે તેને ૬૦-૬૦ પોઈન્ટ મળ્યા હતા.

જ્યારે સાઉથ આફ્રિકાની આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની આ પ્રથમ મેચ હતી અને તેને તેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત બાદ ન્યુઝીલેન્ડ બીજા અને શ્રીલંકા ત્રીજા સ્થાન પર છે. તેમ છતાં બંને ટીમોના ૬૦-૬૦ પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ ૫૬-૫૬ પોઈન્ટ સાથે ચોથા અને પાંચમાં સ્થાન પર છે. સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ શૂન્ય પર છે.

તમને જણાવી દઈએ કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની પોઈન્ટ સીસ્ટમ મુજબ ૨ મેચની સીરીઝમાં દરેક જીત સાથે ૬૦-૬૦ પોઈન્ટ મળે છે. ટાઈ થવા પર ૩૦ પોઈન્ટ, ડ્રોના ૨૦ પોઈન્ટ મળશે. વાસ્તવમાં સ્રીઝમાં મેચોની સંખ્યા પર પોઈન્ટ નિર્ધારિત છે. ૩ મેચની સીરીઝમાં દરેક જીત પર ૪૦-૪૦ પોઈન્ટ, ટાઈ થવા પર ૨૦ પોઈન્ટ અને ડ્રો પર ૧૩ પોઈન્ટ મળશે. જ્યારે ૪ મેચની સીરીઝમાં દરેક જીત પર ૩૦-૩૦ પોઈન્ટ, ટાઈ પર ૧૫-૧૫ પોઈન્ટ અને ડ્રો પર ૧૦-૧૦ પોઈન્ટ મળશે. જયારે ૫ મેચની સીરીઝમાં દરેક જીત પર ૨૪, ટાઈ પર ૧૨ અને ડ્રો પર ૮ પોઈન્ટ મળશે.

Share: