સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્દા કપૂરની એક વિલનનો બનશે પાર્ટ-૨, વિલેનનો રોલ કરશે અર્જુન કપૂર

October 28, 2019
 387
સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્દા કપૂરની એક વિલનનો બનશે પાર્ટ-૨, વિલેનનો રોલ કરશે અર્જુન કપૂર

બોલીવુડ અભિનેતા અર્જુન કપૂર આ દિવસોમાં ઘણા ચર્ચાઓમાં રહેલા છે. અર્જુન કપૂરને લઈને સમાચાર આવી રહ્યા છે કે, તે ખુબ જ જલ્દી ફિલ્મ ‘એક વિલેન’ ની સિકવલમાં જોવા મળી શકે છે. જી હા, સમાચાર મુજબ, તે આ ફિલ્મમાં વિલેનના પાત્રમાં જોવા મળશે. વર્ષ ૨૦૧૪ માં રીલીઝ થયેલી ફિલ્મ એક વિલેનમાં રિતેશ દેશમુખ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્દા કપૂર મુખ્ય ભૂમિકામાં હતા.

આ ફિલ્મ રિતેશ દેશમુખના પાત્રને સૌથી વધુ પસંદ કરવામાં આવ્યા હતા. તે ફિલ્મમાં વિલેન બન્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, હવે રિતેશ દેશમુખ વાળા રોલ માટે સીક્વેલ ફિલ્મમાં ફિલ્મમેકર્સ અર્જુન કપૂરને સાઈન કરવાની તૈયારી કરી રહી છે. અર્જુન કપૂર ફિલ્મના મુખ્ય વિલેનનું પાત્ર નિભાવી શકે છે.

એકતા કપૂર જલ્દી જ એક વિલેનના બીજા ભાગની શરૂઆત કરવાનો વિચાર કરી રહી છે. એટલા માટે અર્જુન કપૂરને સાઈન કરવાની તૈયારી ચાલી રહી છે. બતાવવામાં આવી રહ્યા છે કે, અર્જુન કપૂર આ સમય ગ્રે શેડનું કેરેક્ટર સ્ક્રીન પર નિભાવવા ઈચ્છા છે. તે એક વિલેન-૨ ના ભાગ બનવા પર વિચાર કરી રહ્યા છે.

અર્જુન કપૂર પોતાની આગામી ફિલ્મ ‘પાનીપત’ ની તૈયારીઓમાં લાગેલા છે. ફિલ્મમાં અર્જુન કપૂર સિવાય સંજય દત્ત અને કૃતિ સેનન પણ જોવા મળશે.

Share: