દશેરા ઉત્સવ: બિહારમા નીતીશ કુમાર સાથે ભાજપ નેતાઓ રાખી દુરી, એનડીએમા ભંગાણની અટકળો તેજ

October 09, 2019
 736
દશેરા ઉત્સવ:  બિહારમા નીતીશ કુમાર સાથે ભાજપ નેતાઓ રાખી દુરી, એનડીએમા ભંગાણની  અટકળો તેજ

બિહારમા એનડીએ ગઠબંધન તુટવાની કગાર પર હોવાની અટકળો ફરી એકવાર તેજ થઈ રહી છે. જે ભાજપ અને જેડીયુ વચ્ચે ચાલી રહેલો આંતરિક તકરાર હવે ધીરે ધીરે સામે આવી રહ્યો છે. જેમાં દશેરા દિવસે પટનાના ગાંધી મેદાનમા આયોજિત રાવણ દહન કાર્યક્રમમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે ભાજપના એક પણ નેતા મંચ પર હાજર ન હતા. જે રાજયમા ભાજપ જેડીયુ વચ્ચે તિરાડ વધી રહ્યી હોવાનો બોલતો પુરાવો છે. આ કાર્યક્રમમા વિધાનસભા અધ્યક્ષ વિજય કુમાર ચૌધરી, રાજય કોંગ્રેસ અધ્યક્ષ મદન મોહન ઝા આ મંચ પર હાજર હતા.

આ દરમ્યાન રાજકીય વર્તુળોમા મંચ પર ખાલી બેઠકો ચર્ચા ચાલી રહી હતી. આ બેઠકો પર ઉપ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, પાટલીપુત્ર સાંસદ રામ કૃપાલ યાદવ અને રાજયના મંત્રી નંદ કિશોર યાદવ હાજર રહેવાના હતા. જો કે તેમાંથી એક પણ નેતા ના આવતા લોકોમા અચરજ ફેલાયું હતું.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ ભાજપ અને જેડીયુ ગઠબંધન વચ્ચે ચાલી રહેલો ખટરાગ ધીરે ધીરે સામે આવી રહ્યો છે. જેમાં ગત ૧૫ દિવસથી પટનામા ભરાયેલા વરસાદી પાણી અને સરકારની નબળી કામગીરીને લઈને ભાજપ જેડીયુ વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે. જેમાં બિહારના ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીને એનડીઆરફની ટીમે ત્રણ દિવસ બાદ ઘરમાંથી બહાર નીકાળ્યા હતા

આ ઉપરાંત બિહારના સીએમ નીતીશકુમાર છેલ્લા ઘણા સમયથી રાજયમા ભાજપને વિશ્વાસમા લીધા વિના અનેક નિર્ણયો કરી રહ્યા છે. જેના લીધે ભાજપ અને જેડીયુ ગઠબંધન તુટવાની કગાર પર છે.

Share: