
આ વર્ષે જુલાઈમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાની વાર્ષિક બેઠક દરમિયાન જિયો ગીગાફાઈબર બ્રોડબેન્ડની જાહેરાત કરી છે. લાંબા સમયથી આ સર્વિસની રાહ બ્રોડબેન્ડ ઇન્ડસ્ટ્રીમાં કરવામાં આવી રહી છે. જયારે હવે આ શહેરોના નામે જાણવા મળી રહ્યા છે, જ્યાં સૌથી પહેલા આ સર્વિસ શરૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, અત્યારે જે શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે, તે સત્તાવાર નથી. જિયોએ અત્યાર સુધી જિયો ગીગાફાઈબરને સૌથી પહેલા પ્રાપ્ત કરનાર શહેરોના નામને લઈને કોઈ જાણકારી આપી નથી.
આ શહેરોમાં મળી શકે છે સર્વિસ
પ્રાપ્ત માહિતી મુજબા જે શહેરોમાં પહેલા આ સર્વિસ શરૂ કરવામાં આવશે તેમાં બેંગ્લોર, રાંચી, પુણે, ઇન્દોર, થાણે, ભોપાલ, લખનૌ, કાનપુર, પટના, ઇલાહાબાદ, રાયપુર, નાગપુર, ગાજિયાબાદ, લુધિયાના, મદુરે, નાસિક, ફરીદાબાદ, કોયમ્બયુટર, ગુવાહાટી, આગરા, મેરઠ, રાજકોટ, શ્રીનગર, અમૃતસર, ચંદીગઢ, જોધપુર, કોટા અને સોલાપુરના નામે છે.
જિયો ગીગાફાઈબર
આ અગાઉ રિપોર્ટ્સમાં બતાવવામાં આવ્યું છે કે, નવા જિયો ગીગાફાઈબર કનેક્શનની સાથે ૧૦૦ Mbps સ્પીડ પર ૧૦૦ જીબી ડેટા દરમહિને મળશે. જ્યારે જિયો ગીગાફાઈબર પ્રિવ્યુ ઓફર આધારે યુઝર્સને જિયો ગીગાફાઈબર અને જિયો ગીગાટીવી રાઉટર માટે ૪.૫૦ રૂપિયા સિક્યોરીટી મની આપવામાં આવશે.
રજીસ્ટ્રેશન
તમને જણાવી દઈએ કે, કંપનીએ ઓગસ્ટમાં જિયો બ્રોડબેન્ડ માટે જિયો.કોમ રજીસ્ટ્રેશન શરૂ કર્યું હતું અને તે સમય કંપનીએ જણાવ્યું હતું કે, જે એરિયામાં સૌથી વધુ રજીસ્ટ્રેશન મળશે, ત્યાં સૌથી પહેલા સર્વિસની શરૂઆત થશે.