ગુજરાતમા દારુબંધીની નિષ્ફળતા, એસ. ટી. બસના ડ્રાયવર- કંડકટર દારૂ પીધેલી હાલતમા ઝડપાયા

October 09, 2019
 694
ગુજરાતમા દારુબંધીની નિષ્ફળતા,  એસ. ટી. બસના ડ્રાયવર- કંડકટર દારૂ પીધેલી હાલતમા ઝડપાયા

ગુજરાત રાજય એસ. ટી. નિગમની છોટા ઉદેપુરથી વડોદરા જતી એસ.ટી. બસના ડ્રાયવર અને કંડકટર દારૂના નશામા ધુત હોવાના વિગતો સામે આવી છે. જેમાં સાંજે કલેકટર કચેરીથી ઉપડતી છોટા ઉદેપુર વડોદરા લોકલ બસ ઉપડી હતી.તેમજ બસ ઉપડ્યા બાદ ડ્રાયવર બસને બેફામ રીતે હંકારી રહ્યો હતો. તેમજ દારુના નશામાં હોવાના લીધે બસ વડોદરા બદલે રાજપીપળા જવાના રોડે વાળી દીધી હતી.

જેના પગલે મુસાફરોએ બુમાબમ કરીને બસને બોડેલી ડેપોએ અટકાવવા જણાવ્યું હતું. તેમજ બોડેલી ડેપોમાં ડ્રાયવર અને કંડકટર વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેની બાદ ડેપો મેનેજર બંને ડ્રાયવર કંડકટરને ફરજ પરથી ઉતારીને બીજા ડ્રાયવર કંડકટર સાથે બસને રવાના કરી દીધી હતી.

આ ઉપરાંત આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો હતો જેમાં ડ્રાઈવર વસંત પરમાર પોતે જ દારુ પીધો હોવાનું ક્બુલ કરી રહ્યો છે. તેમણે કહ્યું જે આ પૂર્વે પણ પાવી જેતપુર બસમા દારુ પીધો હતો. તેમજ બસના કંડકટરે પણ તેમની જોડે દારુ પીધો હોવાનું પણ જણાવ્યું હતું.

જો કે આ ઘટના બાદ ગુજરાત એસ.ટી. નિગમે સમગ્ર ઘટનાના તપાસના આદેશ આપ્યા છે.તેમજ સમગ્ર ઘટના અંગે ખાતાકીય તપાસ પર કરવામા આવશે. તેમજ નશો કરીને નોકરી પર ન આવવા માટે પણ પરિપત્ર જાહેર કરીને કર્મચારીઓને આદેશ પણ આપ્યો છે.

Share: