પ્રિયંકા ગાંધીએ કહ્યું યોગી સરકારને માત્ર જાહેરાતોમા જ યાદ આવે છે ખેડૂતો

October 28, 2019
 2431
પ્રિયંકા ગાંધીએ કહ્યું  યોગી  સરકારને માત્ર જાહેરાતોમા જ  યાદ આવે છે ખેડૂતો

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશના ખેડૂતો દ્વારા કરવામા આવતી આત્મ હત્યાને લઈને યોગી સરકાર પર હુમલો કર્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે ઉત્તર પ્રદેશ સરકાર ખેડૂતોને પરેશાન કરવા નવા નવા નુસ્ખા અપનાવી રહી છે. દેવા માફીના નામ પર યોગી સરકારે ખેડૂતો સાથે છેતરપીંડી કરી છે. એટલું જ નહીં વીજળીના બીલના નામે ખેડૂતોને જેલમા નાખવામા આવી રહ્યા છે.

પ્રિયંકાએ આગળ લખ્યું છે કે ' ખેડૂતોના પુર અને વરસાદથી બરબાદ પાકનુ કોઈ વળતર નથી મળી રહ્યું. યુપી સરકારને ખેડૂતો માત્ર જાહેરાતમા જ યાદ આવે છે.

કોંગ્રેસ મહાસસચિવ પ્રિયંકા ગાંધી આ પૂર્વે પણ યોગી સરકાર પર ખેડૂતોને લઈને અનેક વાર પ્રહાર કરી ચુક્યા છે. આ પૂર્વે તેમણે ઓક્ટોબર માસમા કહ્યું હતું કે ' યુપીમા ભાજપ સરકાર વીજળીના ભાવ વધારીને વીજ બીલની વસુલીના નામે ખેડૂતોને જેલમા નાંખી પરેશાન કરી રહી છે. બદાયુના ખેડૂત બૃજલાલ સાથ ઘટનાને નીંદનીય ગણાવી હતી. તેમના પરિવારને વળતર મળે અને કોઈ ખેડૂતને પરેશાન કરવામા ના આવે તેવી માંગ કરી છે.

પ્રિયંકા ગાંધી સતત યોગી સરકાર પર હુમલાવર રહી છે. આ પૂર્વે ૩ ઓક્ટોબરના રોજ પણ પ્રિયંકા ગાંધીએ કાનુન વ્યવસ્થાને લઇને યોગી સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું હતું કે યુપીમા છેલ્લા ત્રણ દિવસોમા અપરાધીઓ પ્રદેશને ગુનેગારોનો પ્રદેશ બનાવી દીધો છે. બનારસ, સોનભદ્ર, બીઝ્નોર, નોઈડા અને કાનપુરમા હત્યાઓ થઈ તેમજ અલીગઢ બાળકના અપહરણ બાદ તેની હત્યા કરવામા આવી છે. ભાજપ સરકારની નાકામી સાફ જોવા મળી રહી છે. સરકારે ગુનાઓ પર ખોટું બોલી શકે છે તેમને રોકી શકતી નથી.

Share: